Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા પો.સ્ટે વિસ્તારમાં શ્રાવણીયો જુગાર રમતા પાંચ ઈસમોની ધરપકડ કરતી રાજપીપલા ટાઉન પોલીસ.

Share

રાજપીપલા પો.સ્ટે વિસ્તારમા જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા ખેલૈયાઓને કી.રૂ.૧૯,૭૧૦/-ના મુદામાલ સાથે પાંચ ઈસમોને રાજપીપલા ટાઉન પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એચ.ભરાડા વડોદરા વિભાગ વડોદરા, તથા પોલીસ અધિક્ષક હિમરકસિંહ નર્મદાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામા પ્રોહી/જુગારની ગેરકાયદેશર પ્રવિતિઓ અટકાવવા સારૂ અસરકાર અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચનાના પગલે ઈન્ચા.પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી.ચૌહાણ નાઓની સુચના મુજબ રાજપીપલા પોલીસ સ્ટાફના માણસો સાથે રાજપીપલા પો.સ્ટે હાજર હતા તે વખતે પોલીસ કર્મચારીનાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે ફુલવાડી ગામની સીમમા લીમડાના ઝાડ નીચે કેટલાક ઇસમો હાર જીતનો પત્તા પાનાનો જુગાર રમી રહેલ છે જેવી બાતમી આધારે ઇન્ચા.પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ચૌહાણ તથા પંચો સાથે બાતમીવાળી જગ્યાએ જઈ જોતા કેટલાક ઇસમો કુંડાળુવળી બેસેલ હોય જેથી સદર જગ્યા ઉપર કોર્ડન કરતા પાંચ ઇસમો પકડાઇ ગયેલ હોય જે ઇસમોના નામ (૧) નિતીનભાઇ સુરેશભાઇ તડવી તથા (૨) જીતેન્દ્રભાઇ મનસુખભાઇ તડવી (૩) સુરેશભાઇ કરશનભાઇ તડવી તથા (૪)જશુભાઇ નારાયણભાઇ તડવી તથા (૫) ભરતભાઇ અશ્વિનભાઇ તડવી તમામ રહે.ફુલવાડી તા.ગરૂડેશ્વર જી.નર્મદાનાઓની અંગ ઝડતી તથા દાવ ઉપરના કુલ કિમત.૧૧,૨૧૦/- તથા મોબાઇલ નંગ-૩ કિમત.૮૫૦૦/- મળી મુદામાલ કિમત.રૂ.૧૯,૭૧૦/- સાથે પકાડાયેલ આરોપીઓને પો.સ્ટે લાવી જુગાર ધારા કલમ.૧૨ મુજબ કાયદેશર કાર્યવાહી હાથધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવી સાંપ્રત સમયમાં જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે તેનું કડક પાલન થાય તેવી માંગ કરવામાં આવી છે.

ProudOfGujarat

વિસાવદર : સરસઈ ગામે રહેતા પટેલ યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત.

ProudOfGujarat

નડિયાદ બાર એસોસિએશનની ફિઝિકલ રીતે કોર્ટ ચાલુ કરવાની માંગ સાથે પાઠવ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!