Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નાંદોદ તાલુકાના માંગરોલ ગામની સીમમાં શ્રાવણીયો જુગાર ઝડપાયો.

Share

નાંદોદ તાલુકાના માંગરોલ ગામની સીમમાં એલસીબી નર્મદા પોલીસે શ્રાવણીયો જુગાર ઝડપી જુગાર રમતા કુલ-૧૪ જુગારીઓને ઝડપી પાડી રોકડ રકમ તથા મુદ્દામાલ સાથે કિ.રૂ.૧,૫૦,૪૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતા જુગારિઓમા ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એલ.સી.બી. નર્મદાના એમ.એસ.ભરાડા, ઇચા.પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા હિમકરસિંહ પોલીસ અધિક્ષકે જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નેસ્તો નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા વોચ તેમજ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ કે રાજપીપલા પો.સ્ટે. વિસ્તારના માંગરોલ ગામની સીમમાં ખુલ્લામાં કેટલાંક ઇસમો જુગારના પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમી રહેલ હોવાની ચોક્કસ બાતમી મળેલ જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા ઉપર એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે જુગાર અંગેની રેઇડ કરેલ. જેમાં કુલ-૧૪ ઇસમોનામે (૧) ચેતનભાઇ લક્ષ્મણભાઇ તડવી (૨) મહેશભાઇ મણીલાલ તડવી (3) કુશાંગભાઇ રમણભાઇ તડવી (૪) કૌશિકભાઇ રામુભાઇ તડવી (૫) નરેંદ્રસિંહ પ્રવિણસિંહ ગોહિલ તમામ રહે. જુના રામપરા તા.નાંદોદ (૬) પ્રવિણભાઇ પબાભાઇ વસાવા (૭) વનરાજસિંહ જશવંતસિંહ ગોહિલ (૮) રામાનંદ કાલીદાસ તડવી (૯) જયેંદ્રસિંહ જશવંતસિંહ ગોહિલ તમામ રહે. નવા રામપરા તા.નાંદોદ (૧૦) રમેશભાઇ શનાભાઇ તડવી (૧૧) લક્ષ્મણભાઇ મેલાભાઇ તડવી રહે. માંગરોલ તા.નાંદોદ (૧૨) મનહરસિંહ અજબસિંહ માંગરોલા (૧૩) પ્રદિપસિંહ જીતસિંહ અંબાલીયા તમામ રહે. માંગરોલ તા.નાંદોદ (૧૪) ધર્મેશભાઇ હિંમતભાઇ વસાવા રહે. સિંધીવાડ રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદાને
ઝડપી પાડેલ છે અને આરોપી પાસેથી જુગારના સાહિત્ય તથા દાવ ઉપરના તથા અંગઝડતીના મળી રોકડ રૂ.૧૭,૯૦૦/- તથા મોબાઇલ નંગ-૯ કિ.રૂ. ૧૭,૫૦૦/- તથા મોટર સાયકલ-૬ કિ.રૂ. ૧,૧૫,૦૦૦/- ના મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૧,૫૦,૪૦૦/-ના મુદ્દામાલ કબજે લીધેલ છે. જયારે અન્ય ત્રણ ઇસમો વોન્ટેડ જાહેર કરી તેમના વિરૂધ્ધમાં રાજપીપલા પો.સ્ટે માં જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વરના પટેલ નગર પાસે નિર્માણ પામી રહેલ બિલ્ડીંગ પરથી પડતું મુકવાની તૈયારી કરતા માનસિક અસ્વસ્થ યુવાનને અંકલેશ્વર શહેર પોલીસે બચાવ્યો હતો

ProudOfGujarat

आमिर खान ने लॉन्च की मंजीत हिरानी की किताब ‘हाऊ टू बी ह्यूमन’!

ProudOfGujarat

રક્તદાન શિબિરનું આયોજન વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલ ખાતે કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!