ભારત સહિત વિશ્વના 110 દેશોના પ્રતિનિધિઓ ઇટાલીના રોમ ખાતે કોરોના વેક્સિનેશન જાગૃતિ અંગેની 31 મી ઓક્ટોબરે મળનારી ઝી-20 સમિટમા રાજપીપલાના યુવરાજ માનવેન્દ્ર સિંહ ભાગ લેશે. ભારતમાંથી આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા અને એચઆઈવી પીડિતો અને સમલિંગીકો માટે કામ કરતા એઇડઝ હેલ્થ કેર ફાઉન્ડેશનના બ્રાન્ડ એમ્બેસેડર અને વૈશ્વિક સેલિબ્રિટી યુવરાજ માનવેંદ્રસિંહ ગોહીલ પ્રતિનિધિત્વ કરશે. આ અંગે ચર્ચા માટે દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાને યુવરાજ મળ્યા હતા.
હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે એકમાત્ર વેક્સીન એ જ સુરક્ષાનું સાધન હોવા છતાં પણ પણ ઘણા બધા દેશોમાં ઘણા બધા લોકોએ હજી સુધી વેક્સીન લીધી નથી. હવે ત્રીજી રહેવાની શક્યતા પણ દેખાઇ રહી છે ત્યારે લોકો વધુમાં વધુ વેક્સિન મુકાવે તે માટે વિશ્વભરમાં જાગૃતિ આવે તે માટે ૩૧ મી ઓકટોબરના રોજ ઇટાલીના રોમ ખાતે Z -20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે યુવરાજ માનવેન્દ્રસિંહે માહિતી આપતા જણાવ્યું હતું કે વિશ્વના ઘણા બધા દેશો એવા છે જયારે હજુ સુધી વેક્સીનેશનની પ્રક્રિયા પૂરી થઈ નથી. ઘણા ઓછા લોકોએ વેક્સિનેશન કરાવ્યુ છે. તે માટે રોમ ખાતે 110 દેશોની મળનારી સમિટના કાર્યક્રમમાં વેકસીનેશન જાગૃતિ અંગે ભાગ લેવા માટે પોતે પણ જવાનો છું. આ અંગે આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયાએ બે દિવસ પહેલા મને દિલ્હી બોલાવ્યા હતા. હું આરોગ્ય મંત્રીને રૂબરૂ મળ્યો હતો અને ભારતમાં અને વિશ્વમાં વેક્સીનેશનની પરિસ્થિતિ અંગે વાકેફ કર્યા હતા. મુલાકાતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દરેક વ્યક્તિને વેક્સીન અવશ્ય લેવા હાકલ કરી છે. ત્યારે અને વિશ્વના ઘણા બધા દેશોને ભારતે વેક્સીન અને દવા મોકલાવી મદદ પણ કરી છે. હજી પણ ઘણા એવા દેશો છે જ્યાં વેક્સિન અંગે પૂરતી જાગૃતિ નથી. ખાસ કરીને અમીર દેશોએ ફાયઝર જેવી વેક્સીનના ભાવ ખુબ ઊંચા વધારી દીધા છે. જે સામાન્ય ગરીબ દેશોને પોસાય તેમ નથી. તો કેટલાકે સંગ્રહ કરી રાખ્યો છે. ત્યારે દેશની અને વિશ્વની ફાર્માસ્યુટિકલ કંપનીઓ પોતાની પેટન્ટ કરાવી લે એવું સૂચન કર્યું હતું. આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આ પ્રોજેક્ટને પૂરો સહકાર આપવાની વાત કરી હતી. અને ભારત વતી સમિટમા પણ હાજરી આપશે અને ભારત વતી વાત મૂકશે એમ જણાવ્યું હતું. યુવરાજ માનવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે હું પણ ઈટલી જવાનો છું. પણ હજી બોર્ડર ખુલી નથી. બીજા દેશમાં જવાની પરવાનગી મળશે તો હું અચૂક જઈશ.
વધુમાં દિલ્હી ખાતે ખાતે મેડિકલ એસોસિએશનના ચેરમેન ડો. જયપાલને પણહું મળ્યો હતો. તેમની સાથે પણ આ અંગે ચર્ચા કરી હતી. તેમણે પણ વેક્સીન ઝુંબેશમાં સહકાર આપવાની વાત કરી હતી. આમ હવે યુવરાજ એચઆઈવી પીડિતો અને સમલિંગીકો માટે કામ કરતા હતા હવે વેક્સીનેશન જાગૃતિ માટે પણ કામ કરશે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા