Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : આઝાદીના ૭૫ વર્ષ બાદ ડેડીયાપાડાના રીગાપાદર ગામે લાઈટનું ઉદ્દઘાટન થયું .

Share

નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકાનાં અંતરિયાળ પહાડી ડુંગરાળ વિસ્તારના રીગાપાદર ગામના લોકોને આઝાદીનાં ૭૫ વર્ષ પછી લાઈટ નશીબમાં મળી હોય તેવો એક ખિસ્સો પ્રકાશમાં આવવા પામ્યો છે ૯ મી ઓગસ્ટ વિશ્ર્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીનાં પર્વનાં દિવસે જ રીગાપાદર ગામની લાઈટનું ઉદ્દઘાટન થયું.

૨૧મી સદીમાં જયારે આપણો દેશ ટેકનોલોજીની હરણ ફાળ ભરી ઉચ્ચી ગગનભેદી ટેકનોલોજી યુગમાં પણ નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકાના રીગાપાદર ગામ લોકો દીવા તળે દિવાના અજવાળે અંધકારમય જીવન જીવીને વ્યથિત કરી રહેલા ગરીબ આદિવાસી લોકોની દાસ્તાની જોઈને પત્રકાર વિપુલ ડાંગી પણ ખુદ ચોકી ઉઠીયા હતાં આઝાદી કાળથી ગામ લોકો લાઈટ વગર અંધારાં ઉલેચી જીવન વ્યથિત કરી રહ્યા હતાં જેના પગલે ભણતા બાળકો ઉપર ખુબ માંડી અસર વર્તાતી હતી લાઈટ વગર ગામ લોકોનું જીવન અંધકારમય તરફ દોરાયને ગુગળુ બની રહ્યું હતું ગામના ભણતા બાળકોનાં ઉજજવળ ભવિષ્યની ચિંતા કરી અને બાળકોનું ભવિષ્ય અંધકારમાં ના રોળાઈ તે માટે પત્રકાર વિપુલ ડાંગી ગામ લોકોની વહારે મદદે આવ્યા હતા અને ગામ લોકોની દોઝગની સ્થિતિ અંગેનો ચિતાર બાબતે જવાબદાર તંત્રને રજુઆત કરી ધ્યાન દોરવામાં આવ્યું હતું.

Advertisement

વિજ તંત્ર ડેડીયાપાડાના નાયબ કાર્યપાલક ઈજનેર કુવરજીભાઈ.એમ.વસાવાના સહયોગથી ૮ કીમી જેટલી નવી 3ફ્રેઝ વિજ લાઈન ખેંચીને ઉભી કરી વિજ પુરવઠો જોડવામાં આવ્યો છે જેનું ઉદ્દઘાટન ૯ મી ઓગસ્ટ વિશ્ર્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીનાં પર્વનાં દિવસે વિપુલ ડાંગી પત્રકાર અને નિવૃત્ત આચાર્ય પી.કે.વસાવાના વરદ હસ્તે ઉદ્દઘાટન ગ્રામજનોએ કરાવ્યું હતું અને વિજ પુરવઠો શરૂ કરી લાઈટ ચાલુ કરી દેવામાં આવતાં ગ્રામજનોમાં હરખની ખુશીનો પાર રહ્યો ન હતો આખરે પત્રકારની મહેનત રંગ લાવતા ગ્રામજનોએ જીટીવી ન્યુઝ ચેનલના પત્રકાર વિપુલ ડાંગીનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે આદિવાસી જન સેવા ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ વસાવા, ગામના આગેવાન વિરસિંગભાઈ વસાવા, જયસિંગભાઈ વસાવા, તારસીગભાઈ વસાવા, મુળજીભાઈ માકતાભાઈ વસાવા, દિવાલીયાભાઈ વસાવા, કમલેશભાઈ વસાવા,સામાજિક કાર્યકર ગોમાનભાઈ વસાવા સહિતના ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

ગામના આગેવાન વિરસિંગભાઈ વસાવા અને જયસિંગભાઈ વસાવાએ જણાવ્યું કે આઝાદી કાળ પછી પહેલી વખત અમારા ગામના લોકોએ લાઈટનું અજવાળું જોયું છે અને લાઈટ ચાલુ બંધ કરવાનું સ્વિચ બોડૅ અને વિજ થાભલા પણ પહેલી વખત જોયાં છે આજે ગામમાં લાઈટ આવી જતાં હવે ગામ લોકો ઈલેક્ટ્રિક ધંટીનો ઉપયોગ કરશે વર્ષોથી બાપદાદા વખતથી વાપરી રહેલા હાથ ધંટીમાથી હવે મુક્તિ મળશે અને ટીવી ટેલિવિઝનનાં માધ્યમથી દેશ વિદેશ લોકો સાથે જોડાશે જેનાથી લોકોને મનોરંજન સહિત વિસ્તૃત માહિતીઓ મળતી રહેશે જેનાથી ધણું બધું પરિવર્તન સાથે લોકોમાં સુધારો આવશે .

ગામના મહેમાન બનેલા નિવૃત્ત પ્રિન્સિપાલ પી.કે.વસાવાએ જણાવ્યું હતું કે ગામ લોકોએ ગામને ખુબ સારી રીતે સનગાર કરીને સજાવી ખુબ સરસ રીતે આયોજન કરીને સુપેરે પાર પાડયું હતું આઝાદીના આટલા વરસો પછી લાઈટ મળી તે દુઃખની વાત છે ગામને મુખ્ય ધારા સાથે જોડતો રસ્તો પણ આજે કાચો છે અહી પહોચવુ મોટી વાત છે રસ્તો કાદવ કીચડ થઈ ગયો છે ઈમરજન્સી સેવા સેવા મેળવી મુશ્કેલ કોઈ વાહન પણ આવી શકતું નથી હજુ આદિવાસી સમાજ ધણી બધી બાબતે પાછળ છે.


Share

Related posts

અંકલેશ્વર : તલાટી કમ-મંત્રી કેડરના પડતર પ્રશ્નોને લઇ તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

રાજપીપળામાં ભારતીય સેના દિવસે સ્ટેટમાં ચાર પેઢીથી જોડાયેલા આર્મીમેનને યાદ કરાયા.

ProudOfGujarat

લીંબડી દેવપરા પાટિયા પાસે આઇસર ટ્રકનું ટાયર ફાટતા એકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!