Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદા ડેમમાં વધુ એક જળ માર્ગે દારૂની હેરાફેરી ઝડપાઈ.

Share

નર્મદા ડેમમાથી વધુ એક જળ માર્ગે દારૂની હેરાફેરી ઝડપાઈ છે. માકડખાડા ગામ નજીક કાંઠા પરથી ઇંગ્લીશ દારૂ કિ.રૂ ૦૨,૦૬,૩૦૦/ તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગ કરેલ બોટ ઝડપાઈ છે. આ બોટમાંથી દારૂનો જંગી જથ્થો ઝડપાયો છે.

બનાવની વિગત અનુસાર એમ.એ.ભરાડા પોલીસ મહાનીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા હિમકર સિંહ સાહેબ પોલીસ
અધીક્ષક નર્મદાએ જીલ્લામાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની હેરાફેરી થતી અટકાવવા તથા ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઈસમોને પકડી પાડી પરીણામલક્ષી કામગીરી અંગે આપેલ સુચનાઓ અનુસંધાને નાયબ પોલીસ અધિ.સા કેવડીયા ડીવીઝન તથા ચિરાગ પટેલ એસ.આર.પી.ગુપ-૧૮ માર્ગદર્શન હેઠળ આજરોજ ડી.બી.શુકલ સર્કલ પોલીસ ઈન્સ કેવડીયાને મળેલ બાતમી આધારે સક્લ પો.ઈન્સ ડી.બી.શુકલ તથા પો.સ.ઈ
એમ.આઈ.શેખ ગરૂડેશ્વર પો.સ્ટે તથા પોલીસ સ્ટાફ તથા એસ.આર.પી.સ્ટાફ દ્વારા સરદાર સરોવર ડેમની સરકારી બોટમાં બેસી માકડખાડા નજીક નર્મદા નદીના કિનારેથી એક અજાણ્યા બોટનો ચાલક કિનારે ભારતીય બનાવટના ઇંગ્લીશ
દારૂની હેરફેર કરતો હોય તેના ઉપર રેઈડ કરતા અજાણ્યો બોટ ચાલક બોટ મુકી જંગલ ઝાડી તરફ નાશી ગયેલ.જે બોટમાંથી ગોવા વ્હીસ્કી ૭૫૦ એમ.એલ નાં કુલ બોટલ નંગ ૩૩૬ કિ.રૂ ૧,૦૦,૮૦૦- તથા માઉન્ટેન ૬૦૦૦ બિયર ટીન ૫૦૦ એમ.એલના કુલ ટીન નંગ ૫૭૬ ની કિ.રૂ ૫૭૬૦૦/- તથા લંડન સ્પાઈડ ની ૧૮૦ એમ.એલના કાયના કવાટરીયા કુલ નંગ ૪૭૯ ની કિ.રૂ ૪૭૯૦૦/- જે તમામ પ્રોહી મુદ્દામાલ કિ.રૂ ૦૨,૦૬,૩૦૦ /- નો તથા બોટ ની કિ.રૂ૧,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ ૦૩,૫૬,૩૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી અજાણ્યા બોટ ચાલક વિરુધ્ધ ગરૂડેશ્વર પોલીસે પ્રોહી એકટ કલમ ૬૫ એ,ઈ૯૮(ર), ૧૧૬(બી) મુજબનો ગુનો રજીસ્ટર કરી
કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

રાજ્યમાં મૌસમ નો કુલ કેટલો થયો વરસાદ કયા ભાગ માં રહ્યો મેઘતાંડવઃ તો ક્યાંક મહેરબાન.-જાણો વધુ

ProudOfGujarat

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત ગુજરાત રાજયના યુવા સંયોજકશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ ઃ

ProudOfGujarat

ભરૂચ ફિલાટેકસ કંપનીમાંથી ડ્રાઇવર દ્વારા વિશ્વાસઘાત કરી પોલીસ્ટર યાર્નની ચોરીનો ભેદ ઉકેલતી દહેજ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!