Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજ્યની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે આગામી બે-ત્રણ દિવસમાં કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે : શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા.

Share

રાજપીપળા ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે તેરી જનસુખાકારી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મીડિયા સમક્ષ પુછાયેલા પ્રશ્નમાં રાજ્યમાં પ્રાથમિક સ્કૂલો ક્યારે શરૂ કરાશે ? આ અંગે પૂછયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે બાળકો કેન્દ્ર સ્થાને છે, બાળકોની સ્વાસ્થ્યની ચિંતા સરકારને છે. હવે પ્રાથમિક શાળાઓ ક્યારથી શરૂ કરવી તે અંગેનો નિર્ણય 9 મી ઓગસ્ટના સરકારના કાર્યક્રમ પૂર્ણ થયા પછી બે-ત્રણ દિવસમાં કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાશે. આવા નિયો કોર કમિટીની બેઠકમાં લેવાતા હોય છે અને તે પણ તબક્કાવાર નિર્ણયો લેવાતા હોય છે. પહેલા ધોરણ 7, પછી ધોરણ 12, ત્યારબાદ ધોરણ 9, 10, 11 શાળાઓ શરૂ કરાઈ. હવે પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. એ માટે શિક્ષકો, વિદ્યાર્થીઓ વાલીઓ પણ ખૂબ ઉત્સુક છે. ત્યારે ટૂંક સમયમાં કોર કમિટીની બેઠક બાદ આ બાદ આ નિર્ણય લેવાશે એમા શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

માંગરોળમાં આશાવર્કર બહેનોને રીફ્રેશર તાલીમ અપાઇ.

ProudOfGujarat

વધથી તાલુકા બહાર ગયેલા શિક્ષકોને મૂળ તાલુકામાં ધોરણ 6 થી 8 નાં વિકલ્પ આપવા રજૂઆત કરાઈ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના મોરા તલાવ ગામના ઇલ્યાસ રજવાડી નામના વ્યક્તિ સાથે ૬૫ લાખ રૂપિયાની થયેલ છેતરપિંડી લોભામણી લાલચ આપી શિક્ષક પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!