Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળામાં ગંદકી જોઇને સ્વચ્છતાના હિમાયતી મહાત્મા ગાંધીજીનો આત્મા પણકદાચ ધ્રુસકે ધ્રુસકે રડી જતો હશે.

Share

રાજપીપળા ખાતે આંબેડકર ભવનની સામે આવેલ ગાંધીજીની પ્રતિમા પાસે સ્વચ્છતા અભિયાનના રીતસરા ધજાગરા ઉડી રહ્યા છે.પ્રતિમા ની આજુબાજુ ચારે બાજુ ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા અનેઘાસ નું સામ્રાજ્ય જોઈને ત્યાંથી પસાર થતાં લોકોમાં ખેદની લાગણી જોવા મળી રહી છે.
ચારેબાજુ ગાંધીજીની પ્રતિમા પણ ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા.અને તેમણે દેશઅને દુનિયાને સ્વચ્છતાનો મંત્ર આપ્યો હતો. જાતે સફાઈ કરતા હતા.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ સ્વચ્છતા અભિયાનની અહાલેક જગાવી છે. ત્યારે ગાંધીજીની પ્રતિમા પાસે જ ગંદકીનું સામ્રાજ્યછવાયેલું જોવા મળેએ કેટલું ઉચિત કહેવાય? ગાંધીજીની પ્રતિમા પાસે જ્યારે રેલિંગ ની વચ્ચે આજુ બાજુ ઝાડોઉગી નીકળ્યા છે તેને કાપવાની કે દૂર કરવાની કોઈએ તસદી લીધી નથી એનું લોકોમાં આશ્ચર્ય થઈ રહ્યું છે. વચ્ચેઘાસ પણ આડેધડઉગી નીકળ્યું છે. જેને કારણે પ્રતિમા સ્પષ્ટ દેખાતી પણ નથી.પ્રતિમા ઉપર પણ ધૂળનું સામ્રાજ્યપણ એટલું છવાયેલું છેકે પ્રતિમા ધૂંધળી દેખાય છે. ચારે બાજુઘાસ અને ઝાડવા ઉગેલા દેખાય છે. ગાંધીજીની પ્રતિમાની આ દુર્દશા જોઇનેલોકો ખેદ અનુભવી રહ્યા છે તંત્ર પણ ગાંધીજીની પ્રતિમાની જાળવણી અને સ્વચ્છતા રાખવાનું વિસરી ગયુ હોય એમલાગે છે. હજારો લોકોરોજ અહીંથી પસાર થતા હોય છે. ત્યારે ગાંધીજીની પ્રતિમાની આવી દુર્દશા જોઇનેલોકો આશ્ચર્ય અનુભવી રહ્યા છે. તંત્ર પણ આ બાબતે નિષ્ક્રિય જણાઈ રહી છે.9મી ઓગસ્ટ રાજપીપળા ખાતે મુખ્યમંત્રી પધારવાના છે ત્યારે ગાંધીજીની પ્રતિમાની આવી દુર્દશાનો લોકો અનુભવ કરી રરહ્યા છે.કાયમી ધોરણે ગાંધીજીની પ્રતિમાની સ્વચ્છતા જળવાયઅને નિયમિત સાફ સફાઈ થાય. અને ઝાડી ઝાંખરા ત્વરિત દૂર કરવામાં આવે. અને ત્યાં સારા ફૂલ ઝાડ લગાડવામાં આવે અને નિયમિત પાણીથી સિંચન કરવામાં આવે એવી લોકોની માંગ છે.હાલ 1થી 9 તારીખ સુધી સરકારી કાર્યકમો ની એટલી બધી ભરમાર છે. અને 9મી ઓગસ્ટ રાજપીપલા માં મુખ્યમન્ત્રી પધારવાનાં છે ત્યારે આવી પ્રતિમા મુખ્યમંત્રી જોશે તો કેવું લાગશે. કમસે કમ આબરૂ બચાવવા પણ તંત્ર સત્વરે પ્રતિમાની સફાઈ કરાવે તેવી લોકોની માંગ છે.ગાંધી પ્રેમીઓ અને સ્વછતા પ્રેમીઓનીલાગણી દુભાઈ રહી છે.ગાંધી પ્રેમીઓ અને સ્વછતા પ્રેમીઓની
લાગણીઓ ભલે દુભાતી પણ તંત્રના પેટનુંપાણી નહીં હલે
રાજપીપળામાં ગંદકી જોઇને સ્વચ્છતાના
હિમાયતી મહાત્મા ગાંધીજીનો આત્મા પણકદાચ ધ્રુસકે ધ્રુસકે રડી જતો હશેપ્રતિમાની આજુબાજુ માટીના ઢગલા પણ ક્યારે દૂર થશે સરકાર ના પાંચ વર્ષની ઉજવણી અને ઉદ્ઘાટનોની ભરમારમા તંત્ર ગાંધીનીપ્રતિમા અને ચોક નીસ્વછતા અને જાળવણી કરવાનું વિસરી ગઈ તે શરમજનક વાત કહેવાય.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરતી સંસ્થાઓ…

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં 250 થી વધુ HIV પીડિતો છતાં કોઈ જાગૃતિ કે અભીયાનમાં કામગીરી કરનાર સંસ્થા નથી

ProudOfGujarat

વડોદરા : નવાપુરા વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાં ખોદકામ કરતા મળી દેશી દારૂની પોટલીઓ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!