રાજપીપળા :આરીફ જી કુરેશી
ભાજપ સરકારે સરકારી ભરતીને વેપાર બનાવ્યાના આક્ષેપ બાદ રાજપીપળા સિવિલ પર પણ આક્ષેપ…?! નિકુંજ શાહ નામના ઉમેદવારે કરેલી અરજીમાં તેના જેવી યોગ્ય અને જરૂરી લાયકાત અન્ય કોઈ ઉમેદવાર પાસે ન હોવા છતાં અન્ય લાગવગીયાને નિમણૂક અપાઈ હોય તપાસ કરવા રજુઆત બાદ પણ કોઈ જ કાર્યવાહી નથી થઈ.
રાજપીપળા : તાજેતરમાં જ સરકારી ભરતીની પરીક્ષાઓ રદ થતા સમગ્ર રાજ્યમાં કોંગ્રેસે ભાજપ સરકાર પર આક્ષેપો લગાવી ભાજપે સરકારી ભરતીને એક વેપાર બનાવ્યો હોવાનું કહી વિરોધ પ્રદર્શનો કર્યા હતા ત્યાંજ રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં પણ આવોજ એક આક્ષેપ સામે આવ્યો હોય સાઈક્રિયાટ્રિક સોસીયલ વર્કર ના ઇન્ટરવ્યૂ યોગ્ય ઉમેદવરની નિમણૂક ન થઈ હોવાનો આક્ષેપ કરનાર નિકુંજ શાહ નામના ઉમેદવારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને લેખિત જાણ કરી તપાસની માંગ કરવા છતાં હજુ કોઈ કાર્યવાહી થઈ નથી તો શું સિવિલ હોસ્પિટલ માં પણ લાગવગ સાહિ ચાલુ છે…?
નિકુંજ શાહના જણાવ્યા મુજબ મારી પાસે મેન્ટલ હેલ્થ નો અનુભવ પણ હતો જે કદાચ અન્ય કોઈ ઉમેદવાર પાસે ન હતો,બીજા કરતા મારો અભ્યાસ અને મારી ટકાવારી પણ વધુ હોવા છતાં અન્ય ઉમેદવારની પસંદગી કઈ રીતે કરવામાં આવી તેની તપાસ કરવા જિલ્લા કલેક્ટર, જિલ્લા આરોગ્ય અધિકારી અને મુખ્ય જિલ્લા તબીબી અધિકારીને લેખિત રજુઆત કરી છે. જોકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ આ અરજી બાદ સિવિલ સર્જનને જેતે ખુલાસો કરી જિલ્લા કલેક્ટર ને જવાબ આપવા તાકીદ કરી હોવા છતાં હજુ કોઈ કાર્યવાહી થઈ ન હોય શુ ખરેખર આ ભરતીમાં લાગવગ કે વેપાર થયો હશે…? શુ ગુજરાતમાં લાયક ઉમેદવારો કરતા લાગવગીયા ઉમેદવારોની ભરતીને જ પ્રાથમિકતા અપાય છે જેવા અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે. કયા ઉમેદવારને લેવા એની પસંદગી સિવિલ સર્જનના હાથમાં હતી : આરએમઓ ઇન્ટરવ્યૂમાં બેઠેલા સિવિલ સર્જન,આર.એમ.ઓ અને સાઈક્રિયાટ્રિક ડોક્ટર માંથી આર.એમ.ઓ.એ આ બાબતે જણાવ્યું કે સિવિલ સર્જન મેડમને ખબર હોય કેમકે કયા ઉમેદવારની પસંદગી કરવી એ તેમના હાથમાં હોય તેમને પૂછો હું ઇન્ટરવ્યૂમાં હતો પણ પસંદગી મારા હાથમાં ન હતી. કમિટી એ નિર્ણય લીધો છે તે મુજબ પસંદગી થઈ છે : આ બાબતે સિવિલ સર્જને જણાવ્યું કે ખોટી ભરતી જેવું કંઈ નથી કમિટી એ જે નિર્ણય લીધો એ મુજબ ઉમેદવારની ભરતી કરાઈ છે.
ન્યૂઝ પોઈટ:: ખરેખર તો ઇન્ટરવ્યૂ લેવા અને યોગ્ય ઉમેદવાર કોણ છે તેની પસંદગી કરવી સાઈક્રિયાટ્રિક ડોક્ટર ના હાથમાં હોવી જોઈએ કેમ કે આ જગ્યા તેમના ફિલ્ડને લગતી હતી છતાં તેમને ખાલી શોભના ગાંઠિયાની જેમ બેસાડી અન્ય અધિકારીઓએ લીધો હોય તો આ નિર્ણય સાચો લીધો કે તેમાં લાગવગ થઈ છે તેતો તપાસ બાદ જ ખબર પડશે.