Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : દિલ્હી નાંગલ ગામની નાબાલિક બાળા પર બળાત્કાર કરનારને ફાંસીની સજા આપવાની માંગ સામે કલેકટર નર્મદાને આવેદન પાઠવાયું.

Share

દિલ્હી નાંગલ ગામની નાબાલિક બાળા પર બળાત્કાર કરનારને ફાંસીની સજા આપવાની માંગ સામે રાજપીપલા ખાતે કલેકટર નર્મદાને ગુજરાત પ્રદેશ ભાજપ SC મોરચા તેમજ ગુજરાત પ્રદેશ સફાઈ કામદાર સેલ તેમજ ગુજરાત જિલ્લા કક્ષાના મોરચા અને સેલો દવારા આવેદન આપ્યું હતું.

દિલ્હી કેટ વિધાનસભાના નાંગલ ગામની ૯ વર્ષની મહાદલિત એવી વાલ્મીકિ સમાજની નાનકડી બાળા પર દુષ્કર્મ આચરી નરાધમોએ બાલિકાને જીવતી સળગાવી સૃષ્ટિ વિરુદ્ધનું કાર્યકરતા નર્મદા જિલ્લા વાલ્મિકી, દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.

આવી બરબરતા પૂર્ણ ઘટનાને અંજામ આપનાર ગુનેગારને તાત્કાલિક ધડપકડ કરવામાં આવે અને તેઓને ફાંસીના માંચડે લટકાવવામાં આવે એવી માંગણ ગુજરાત પ્રદેશ ભાજપ SC મોરચા તેમજ ગુજરાત પ્રદેશ સફાઈ કામદાર સેલ તેમજ ગુજરાત જિલ્લા કક્ષાના મોરચા અને સેલો દ્વારા નર્મદા જિલ્લા મથકે રાજપીપલા ખાતે રાષ્ટ્ર્રપતિને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જેમાં અમિત સોલંકી, જિલ્લા મહામંત્રી, જિલ્લા એસ.સી મોરચા નર્મદાએ જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની આપની સરકારમાં વારંવાર દલીતો અને વાલ્મીકિ સમાજ પરના અત્યાચારોની ઘટનાઓ બની છે તો કેજરીવાલની સરકારને તાત્કાલિક અસરથી બરખાસ્ત કરવામાં આવે અને દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે. અમારી માંગણી છે કે નાબાલિક દીકરી ઉપર દુષ્કર્મ આચરનારને કડકને કડક સજા આપવામાં આવે અને તાત્કાલિક ધડપકડ કરવામાં આવે આ નરાધામોને બચાવવા માટે ભીનું સંકેલવાની કોશીશ થશે તો જલદ આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

Advertisement

આ પ્રસંગે સફાઈ કામદાર સેલ નર્મદા જિલ્લા કન્વીનર જયશ્રીબેન સોલંકી, સહ કન્વીનર વિરેન્દ્રભાઈ સોલંકી, જિલ્લા એસ.સી મોરચા પ્રમુખ શ્રેયસભાઈ પરમાર, જિલ્લા એસ.સી મોરચા મહામંત્રી અમિતભાઈ સોલંકી, સફાઈ કામદાર સેલના તાલુકા કન્વીનર અને સહ કન્વીનરઓ તેમજ એસ.સી મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓએ ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

તાપી જિલ્લામા ઘાસિયામેંઢામાં ભૂસ્તર વિભાગ ની રેડ..રેતી માફિયાઓમાં અફરાતફરી નો માહોલ સર્જાયો…!!!

ProudOfGujarat

ભરૂચ : તલાટીઓને સોગંદનામુ કરવાની સત્તા આપવા સામે વિરોધ, ભરૂચ ડિસ્ટ્રિકટ બાર એસોશિએશન અને જીલ્લા નોટરી એસોશિએશન દ્વારા વિરોધ કરાયો.

ProudOfGujarat

ભરૂચનાં વાંસી ગામે પ્રથમવાર સમૂહ લગ્ન યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!