નેત્રમ વિશ્વાસ કમાન્ડ કંન્ટ્રોલ સેન્ટરની મદદથી રાજપીપલા બસ સ્ટેશનમાંથી ૧૯ લાખના હીરાની ચોરી ગણત્રીના સમયમાં ડીટેક્ટ કરી આરોપીઓને ઝડપી મુદ્દામાલ એલ.સી.બી. નર્મદા પોલીસે રીકવર કરી છે.
એમ.એસ.ભરાડા, ઇચા.પોલીસ મહાનિરીક્ષક, વડોદરાવિભાગ તથા હિમકર સિંહ, પોલીસ અધિક્ષક નર્મદાએ જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાનોએ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને જીલ્લામાં બનતા મિલ્કત ગુનાઓ ડીટેક્ટ કરવાની કામગીરી દરમ્યાન તા.૦૩/૦૮/૨૦૨૧ ના રોજ રાજપીપલા બસ સ્ટેન્ડ ખાતે છોટાઉદેપુર બીલીમોરા બસમાં આંગળીયા પેઢીના કર્મચારીના ૧૯ લાખના હીરા ભરેલા પાર્સલ ચોરી થઈ હતી. જે ગુનાની તપાસ દરમ્યાન રાજપીપલા ખાતેના નેત્રમ વિશ્વાસ કમાન્ડ કંન્ટ્રોલના સીસીટીવી કેમેરાના ડેટા તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે કુલ ત્રણ આરોપીઓ (૧) ફુલચંદ ઉર્ફે હિતેશભાઇ રમણભાઇ પટેલ, હાલ રહે. બોડેલી મુળ રહે.- વિહાર, તા- માણસા, જી- ગાંધીનગર (૨) વર્ષેસભાઇ રમણભાઇ પટેલ, હાલ રહે. બોડેલી મુળ રહે. વિહાર, તા- માણસા, જી- ગાંધીનગર (૩) મહેન્દ્રભાઇ વિષ્ણુભાઇ શેળકે રહે.બાપાલાલ કડિયાની ચાલી, અમદાવાદ શહેરે એકસાથે ઘણા રૂપિયા મેળવવાની લાલચમાં આંગળીયા પેઢીના કર્મચારીની રેકી કરી તા.૦૩/૦૮/૨૦૦૧ના રોજ આગોતરા આયોજન આધારે ગુનાને અંજામ આપેલ. જે આરોપીઓને તેમના રહેણાંક સ્થળેથી ગુનાના કામે ગયેલ ૧૯ લાખ હીરાના પાર્સલ તથા એક ફોર વ્હીલ કાર કિ.રૂ. ૩૦૦૦૦૦/- તથા મોબાઇલ-૩ કિ.રૂ. ૧૫૦૦૦/- સહિતનો મુદ્દાલામ રીકવર કરી આરોપીઓને રાજપીપલા પો.સ્ટે.ના ઉપરોક્ત ગુનાના કામે સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. આરોપી ૧ અને ૨ સગા ભાઇઓ છે અને બોડેલી ખાતે આંગળીયા પેઢી ધરાવે છે. અને આરોપી નં.૩ નો અમદાવાદ ખાતે ગેરેજ ધરાવે છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા