ઉમરવા ગામથી નાવરા ગામ તરફ જતા રસ્તા ઉપરથી લાઈસન્સ વગરની દેશી હાથ બનાવટની સીંગલ બેરલની બંદુક નંગ બે કિ.રૂા.૨૦૦૦/- તથા દારૂખાનુ તથા મો.સા. મળી કુલ કિ.રૂા.૨૪૮૦૦/- ના મુદામાલ સાથે ત્રણ ઈસમોને આમલેથા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
એસ.એસ.ભરાડા પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, નર્મદએ જિલ્લામાં ગેરકાયદેસર હથીયારો રાખતા ઈસમોને પકડી પાડવા પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાઓ અનુસંધાને રાજેશ પરમાર નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા વિભાગ રાજપીપલા તથા પી.પી.ચૌધરી સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર દેડીયાપાડાના માર્ગદર્શન હેઠળ એ.એસ.વસાવા પો.સ.ઈ. આમલેથા પો.સ્ટે. તથા અ.હે.કો. બાબુભાઈ બચુભાઈ વિગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે ઉમરવા ગામથી નાવરા ગામ તરફ જતા રસ્તા ઉપર પ્રોહી. નાકાબંધીમાં હાજર હતા. તે દરમ્યાન એક ત્રણ સવારી મો.સા. શંકાસ્પદ હાલતમાં આવતા તે મો.સા.ના ચાલકને રોકવા ઈશારો કરતા મો.સા. ચાલકે મો.સા. ઉભી રાખેલ નહી અને નાવરા ગામ તરફ હંકારી જતા તેનો પીછો કરીપકડી પાડી તેઓને ચેક કરતા આરોપીઓ (૧) પ્રકાશભાઈ નહેરૂભાઈ વસાવા ઉ.વ.૩૨ રહે.મોહળીખાંચ, ડભાલ ફળિયુ તા.ઝઘડીયા જી.ભરૂચ (૨) દિલીપભાઈ લક્ષ્મણભાઈ વસાવા ઉ.વ.૨૫ રહે.મોહળીખાંચ, ડભાલ ફળિયુ તા.ઝઘડીયા જી.ભરૂચ (3) પુનમભાઈ સુરેશભાઈ વસાવા ઉ.વ. ૨૫ રહે.જુના ઉમરવા તા.નાંદોદ જી.નર્મદા નાઓની પાસેથી ગે.કા. હથિયાર લાયસન્સ પરવાના વગરનો બે દેશી હાથ બનાવટની સીંગલ બેરલ બંદુક કી.રૂ.૨,૦૦૦/- ની રાખી તથા એક કાપડની થેલીમાંથી મળી આવેલ. અને એક પ્લા.ની થેલામાં આશરે ૩૫ ગ્રામ જેટલું દારૂખાનુ તથા બીજી પ્લા.ની થેલીમાં મોટા છરા નંગ- ૧૧ તથા ત્રીજી પ્લા.ની. થેલીમાં નાના છરા નંગ-૪૪૪ તથા ચોથી પ્લા.ની થેલીમાં સીસાના ચોરસ છરા નંગ- ૧૬૨ તથા પ્લા.ની. ડબ્બીમાં ફટાકડીના રોલ નંગ-૨ જે તમામની કિ.રૂ.૦૦૦૦ તથા બે મોબાઈલ ફોન કિ.રૂા. ર૫૦૦ તથા ચાર્જીગ બેટરી નંગ-૨ કિ.રૂા.૩૦૦/- તથા એક પ્લેન્ડર પ્લસ મો.સા. નંબર જીજે.૧૬.એસી.૧૮૨૦ ની કિ.રૂ.૨૦,૦૦૦/- લેખે કુલ્લે કિ.રૂ.૨૪,૮૦૦ સાથે મળી આવેલ છે ત્રણેય આરોપીઓ વિરૂધ્ધમાં આમલેથા પો.સ્ટે.માં આર્મ એક્ટ કલમ ૨૫(૧), ૨૫
(૧)બી) તથા ઇ.પી.કો કલમ ૧૧૪ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા