Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આરોગ્ય બચાવ અભિયાન અંતર્ગત રેલી અને ધરણાં વિરોધ પ્રદર્શન.

Share

નર્મદા જિલ્લામાં રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણીના 9 દિવસના કાર્યકમોની સામે નર્મદા કોંગ્રેસે સામે સમાંતર વિરોધ કાર્યક્રમ કરી રહી જેના ભાગરૂપે નર્મદા કોંગ્રેસે ડેડીયાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે ડેડીયાપાડા ખાતે સંવેદનહીન સરકાર, આરોગ્ય બચાવો અભિયાન અંતર્ગત રેલી કાઢી ધરણા પ્રદર્શન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જેમાં નાંદોદ તાલુકા ધારાસભ્ય પી.ડી વસાવા સાથે નિરીક્ષક અરવિંદ દોરાવાલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદ તેમજ જાતરભાઈ વસાવા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેરમાબેન વસાવા અને ડેડીયાપાડા સરપંચ રાકેશભાઈ અને કોંગ્રેસના આગેવાનો સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય પીડી વસાવાએ કોરોનામાં સરકારના અણગઢ વહીવટ કારણે અનેક લોકોએ જાન ગુમાવ્યા હોઈ તેનો ઉલ્લેખ કરી ગુજરાત સરકારને દયાહીન સરકાર ગણાવી હતી. દર્દીઓને ઓક્સિજન અને ઓક્સિજન બેડની, દવા ઈન્જેકશનની ઘણી તકલીફ પડી હતી. ઘણાએ જાન પણ ગુમાવ્યા હતા. ભાજપની સરકારે કોરોનામાં દર્દીઓને બચાવવા સમયસર પગલાં ન લઈ શકતા અસંખ્ય દર્દીઓએ જાન ગુમાવવા માટે સરકારને જવાબદાર ઠેરવી સરકારને સંવેદનહીન સરકાર ગણાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

રાજપીપલામાં સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા નશા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત બાઇક રેલી યોજાઇ…

ProudOfGujarat

ભુવનેશ્વરની KIIT માં 69 મી સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા)ચેમ્પિયનશિપનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!