ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારના સુશાસનનાં પાંચ વર્ષ નિમિતે આજે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે સંવેદન દિન નિમિતે યોજાયેલા જિલ્લાકક્ષાના “સેવા સેતૂ” કાર્યક્રમમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કોરોના કાળમાં માતા કે પિતા ગુમાવનાર એક વાલીવાળા લાભાર્થી બાળકોને સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે આ સહાય યોજનાના મંજૂરી પત્રો અને શૈક્ષણિક કિટ્સ એનાયત કરવાના કાર્યક્રમમાં રાજપીપલાની લાભાર્થી દિકરી ઝીયા આશિષભાઇ સોની જણાવે છે કે મુખ્યમંત્રીના આ પ્રજા કલ્યાણના કામથી હું ખુબ જ પ્રોત્સાહિત થઇ છુ અને મારા જીવનનો ધ્યેય-લક્ષ્ય કલેકટર બનવાનો રહેલો છે, તેને હું હાંસલ કરીને જ જંપીશ. પ્રજા વાત્સલ્ય મુખ્યમંત્રીએ આજે જાહેર કરેલી આ યોજનાના લાભને લીધે હવે હું મુખ્યમંત્રીની સંવેદનાસભર હુંફથી મારા ક્ષેત્રમાં આગળ વધીશ અને આવી રીતે હું પણ પ્રજાકીય સેવા કરીશ.
ઝિયા સોની વધુમાં જણાવે છે કે કોરોનાકાળમાં જયારે મારા પિતાનું અવસાન થયું હતું ત્યારે હું ખૂબ જ વીક અને નિરૂત્સાહ બની ગઇ હતી અને મારી માતા અત્યાર સુધી મને હિંમત સાથે હૂંફ પૂરી પાડતી હતી. પરંતુ હવે જ્યારે સરકારએ એક વાલીવાળા બાળકોને પણ મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ આવરી લેવાની જાહેરાત કરી ત્યારથી, મારામાં વધુ હિંમત આવી છે, જેથી હું હવે કંઇ કરી બતાવીશ અને મારા શિક્ષણમાં આગળ વધીને મારા જીવનનું લક્ષ્ય અવશ્ય હાંસલ કરીશ. હવે મારા મમ્મી ફ્રી છે. સરકારએ મારુ વિચાર્યુ છે, એટલે હવે મારા મમ્મીને મારુ વિચારવું નહી પડે.
લાભાર્થી દિકરી ઝિયાની માતા રીનાબેન સોની જણાવે છે કે, સૌ પ્રથમ તો હું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને તેમના જન્મ દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેછાઓ સાથે ઇશ્વર એમને સારૂં સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય અર્પણ કરે એવી મારી પ્રાર્થના છે મુખ્યમંત્રીએ ઘણી બધી એવી યોજનાઓ અમને આપી છે જે દરેક નાગરિકને ખૂબ લાભદાયક છે. એક વાલીવાળા લાભાર્થી તરીકે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ અમે પણ આજથી લઇ રહ્યાં છે, જેના માટે હું તેમને અભિનંદન પાઠવું છું. અને આભારપણ વયક્ત કરુ છું કે એક માતા પિતાની છત્ર ગુમાવરનાર બાળક દરેક રીતે કમજોર પડી જાય છે પરંતુ મુખ્યમંત્રી સાહેબે આ યોજનાઓ આપી દરેક સિંગલ પેરેન્ટસ માટે એક સહાય કરી જેથી બાળકની મા કે બાપને તકલીફ ન પડે અને બાળક આગળ વધી શકે. અને ભવિષ્યમાં બાળકના જે સ્વપ્નો છે તે તોડવા ન પડે અને એટલા માટે જ સરકારની આ યોજનાથી મને આનંદ છે, માટે હું ફરી વારંવાર મુખ્યમંત્રીને ધન્યવાદ આપ્યા હતા.
જ્યોતિ જગતાપ, રાજપીપલા