જેટલું સન્માન દેશના જવાનને મળે છે એટલું સન્માન બીજા કોઈને નથી મળતું. રાજપીપલાના આદિવાસી જવાન 15 વર્ષ પહેલા ફોજમા ભરતી થયાં હતા. માતા પિતાએ દેશ માટે કુરબાન કરી દીધેલા જવાન જોધ દીકરાને ફોજમા દેશની રક્ષા માટે હસ્તે મો એ મોકલી દીધો હતો. જોકે તેની સફળતા પૂર્વક નોકરી પૂર્ણ કરીને જવાન માદરે વતન પાછો ફરતા તેના પરિવારજનો અને ગામ લોકોમાં હર્ષના આંસુ સમાતા નહોતા.
રાજપીપલા નિવાસી વસાવા ના પરિવારના આદિવાસી બીએસએફ ના જવાન નિલેશભાઈ વસાવા તેમની 15 વર્ષની નોકરી પૂર્ણ કરી માદરે વતન પાછા ફરતા દેશની સુરક્ષા માટે જાનની બાજી લગાવતા ખડે પગે સેવા આપતાં જવાન રાજપીપલા પરત આવતા તેમનું રાજપીપલા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વય મર્યાદ ના કારણે બીએસએફ માંથી રિટાયર્ડ થઈને ઘરે પરત ફરતા આ વિસ્તારના લોકોએ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કર્યું હતું.
નિલેશભાઈ વસાવા બીએસએફ માં ઘણી જગ્યાએ ફરજ બજાવી ચુક્યા છે દેશની સુરક્ષા માટે ખડે પગે સેવા આપી પરત ફરતા આ આદિવાસી જવાન રાજપીપલા પરત ફરતા તેમને ફૂલહારથી વધાવી વરઘોડો કાઢી માન સન્માન આપ્યું હતું. દેશની રક્ષા કાજે ફરજ બજાવતા જવાન પ્રત્યે લોકોને કેટલું ગૌરવ હોય છે તેનું આ ઉદાહરણ રાજપીપલામા જોવા મળ્યું હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા