Proud of Gujarat
Uncategorized

રાજપીપલા : રાજ્ય સરકારના સુશાનનના પાંચ વર્ષ નિમિત્તે આયોજિત શ્રેણીબદ્ધ કાર્યક્રમોની શૃંખલાનો આરંભ.

Share

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે તા.૧ લી થી તા.૯ મી ઓગષ્ટ, ૨૦૨૧ સુધી જુદી જુદી થીમ આધારિત સતત ૯ દિવસ સુધી રાજ્યવ્યાપી યોજાનારા સંખ્યાબંધ કાર્યક્રમોની શૃંખલાના ભાગરૂપે આજે નર્મદા જિલ્લામાં પણ સંસદસભ્ય મનસુખભાઈ વસાવા અને સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ રોહીદાસ વલવી તેમજ જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, પૂર્વ મંત્રીશm મોતીસિંહ વસાવા વગેરે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાગબારા તાલુકાના સેલંબા ખાતેની સરકારી મોડેલ હાઇસ્કુલ ખાતે “જ્ઞાન શક્તિ દિન” ના જિલ્લાકક્ષાના કાર્યક્રમને દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે સંસદસભ્ય મનસુખભાઈ વસાવાના હસ્તે અંદાજે રૂા.૨.૯૦ કરોડના ખર્ચે નવનિર્મિત બોયઝ હોસ્ટેલ અને ICT લેબ (કોમ્પ્યુટર લેબ) નું લોકાર્પણ કરાયું હતું. આમ, જિલ્લામાં આજે કુલ રૂા.૧૫૮૭.૭૪ લાખના ખર્ચે ૧૭૯ જેટલા શૈક્ષણિક સુવિધાના લોકાર્પણ તેમજ ૩૩ ગ્રામ પંચાયતના નવા ભવનના ખાતમુહુર્ત પણ કરાયાં હતાં.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના અન્ય મંત્રઓ વરિષ્ઠ પદાધિકારીઓ, સચિવઓ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા જ્ઞાનશક્તિ દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. તેવી જ રીતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પર્યુષાબેન વસાવાના હસ્તે દેડીયાપાડા તાલુકાના આંબાગામ – સુકલાવની સરકારી માધ્યમિક શાળા ખાતે તેમજ નિંઘટ ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) ખાતે દેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ તારાબેન રાઠોડના હસ્તે તથા નાંદોદ તાલુકામાં ઓરી ગામની પ્રાથમિક શાળા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વસાવાના હસ્તે જ્ઞાનશક્તિ દિવસનો કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો.

તેવી જ રીતે રાજપીપલા શહેરમાં એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ગુજરાત વકફ બોર્ડના ચેરમેન સજ્જાદ હીરા તેમજ રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં “જ્ઞાનશક્તિ દિવસ” કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. જેમાં મહાનુભાવોના હસ્તે કોલેજના વિદ્યાર્થીઓને નમો ઇ-ટેબલેટના વિતરણ સાથે શોધ યોજના હેઠળ ૯ વિદ્યાર્થીઓને રૂા.૧૫ હજાર લેખે કુલ રૂા.૧.૦૫ લાખની આર્થિક સહાય તેમજ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ૫ વિદ્યાર્થીઓને કુલ રૂા.૧.૯૮ લાખની સહાયના ચેકો એનાયત કરાયાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, આંબાગામ-સુકલાવ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાના હસ્તે રૂા. ૬૦ લાખના ખર્ચે નવનિર્મિત સરકારી માધ્યમિક શાળાનો નિંઘટ ગામે દેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ તારાબેન રાઠોડના હસ્તે રૂપિયા ૫૧ લાખના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ એક્સ્ટેન્શનનું તેમજ ઓરી ગામની પ્રાથમિક શાળા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વસાવાના હસ્તે રૂા.૩૦ લાખના ખર્ચે શાળાના નવા ઓરડાનું લોકાર્પણ કરાયું હતું.

તેવી જ રીતે આજના આ “જ્ઞાનશક્તિ દિવસ” ના ભાગરૂપે જિલ્લાની ૭૦ જેટલી પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ રૂા.૯૦.૭૪ લાખના ખર્ચે ૮૧ સ્માર્ટ ક્લાસ, ૩૨ શાળાઓમાં રૂા.૧૦૯.૫૦ લાખના ખર્ચે ૦૮ જેટલી ICT લેબ (કોમ્પ્યટર લેબ) નું લોકાર્પણ કરવાની સાથોસાથ અન્ય સ્થળોએ પણ જિલ્લામાં રૂા. ૭૯૧.૫૦ લાખના ખર્ચે ૨૫ શાળાના કુલ-૬૫ ઓરડાઓ,૧ માધ્યમિક શાળાના ૫ (પાંચ) ઓરડાઓ ઉપરાંત ૨ (બે) પ્રાથમિક શાળાના શિક્ષકો માટે રૂા. ૧૯૫ લાખના ખર્ચે ૧૮ કવાટર્સ સહિત વિવિધ શૈક્ષણિક સુવિધાઓનું લોકાર્પણ કરાયું હતું.

Advertisement

સેલંબા ખાતેની મોડેલ સ્કૂલ ખાતે યોજાયેલા જ્ઞાન શક્તિ દિવસના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકતાં સંસદ સભ્ય મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ સધાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દાહોદ અને નર્મદા જિલ્લાને પણ અન્ય જિલ્લાની હરોળમાં લાવવામાટે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત આ બંને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પીવાના પાણી, રસ્તા, શિક્ષણ, કૃષિ, આરોગ્ય વગેરે સહિતના તમામ ક્ષેત્રોમાં લોકોની જરૂરિયાત મુજબની સુવિધાઓ પૂરી પાડી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

નર્મદા : ગ્રામજનોનાં સ્વાગતથી કોરોનાને મ્હાત આપી ઘરે પહોંચેલી યુવતીની આંખો છલકાઈ.

ProudOfGujarat

એલ.સી.બી પોલીસ ભરૂચે મુલદ નજીકથી જંગી વિદેશી દારૂ નો જથ્થો ઝડપ્યો

ProudOfGujarat

વિરમગામમાં જીવદયા પ્રેમીઓ દ્વારા ઉતરાયણ પર્વ ના 2 દિવસ મા પતંગ ની દોરી થી ઘાયલ 30 પક્ષીઓ ની સારવાર આવી,કબુતર,રાષ્ટ્રીય પક્ષી મોર,કુંજ,પોપટ સહિતના પક્ષીઓની સારવાર કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!