Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : તિલકવાડા કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત રેલી કાઢી ધરણા પ્રદર્શન યોજી વિરોધ કર્યો

Share

ગુજરાતના મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે તા.૧ લી થી તા.૯ મી ઓગષ્ટ સુધી નર્મદા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે તેની સમાંતર નર્મદા કોંગ્રેસપણ સામે વિરોધના કાર્યકમો યોજી રહી છે. જેના ભાગરૂપે આજે તિલકવાડા કોંગ્રેસ સમિતિ દ્વારા એપીએમસી તીલકવાડા ખાતે શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગતરેલી કાઢી ધરણા પ્રદર્શન કરી વિરોધ કર્યો હતો.

નર્મદા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદના જણાવ્યા અનુસાર ૨ જી ઓગસ્ટના રોજ તિલકવાડા કોંગ્રેસ સમિતિ દ્વારા એપીએમસી તીલકવાડા ખાતે શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત કાર્યક્રમ ગુજરાતમા શિક્ષણ વ્યવસ્થા સદંતર નિષ્ફળ ગઈ હોવા અંગે આકરા પ્રહારો કરી તિલકવાડા ખાતે નર્મદા કોંગ્રેસે રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી ધરણા પ્રદર્શન કર્યું હતું.

નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત આજે તિલકવાડા ખાતે ધરણાના કાર્યક્રમમા ધારાસભ્ય પી ડી વસાવા અને કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદ તેમજ તાલુકા પ્રમુખ રાજુભાઈ ભીલ તથા કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા રેલી કાઢવામાં આવી અને ભાજપ સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય પી ડી વસાવાએ ગુજરાતમા શિક્ષણ સદંતર નિષ્ફ્ળ ગયું હોવાનું જણાવી વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ગુજરાતમા 6000 પ્રાથમિક શાળાઓ બંધ કરી દીધી છે. છેલ્લા બે વર્ષમાં માત્ર 30 જ પ્રાથમિક શાળાઓ ગુજરાતમા ખુલી છે. એની સામે હજારો પ્રાઇવેટ નોન ગ્રાન્ટેડ શાળા કોલેજોને પરમિશન આપી છે. આજે પણ ગુજરાતમા 18000 પ્રાથમિક શાળાઓના ઓરડાઓ જર્જરીત હાલતમાં છે. નર્મદા જેવા ટ્રાયબલ વિસ્તારની શાળાઓમાં પીવાના પાણીની પૂરતી સુવિધાઓ નથી. નર્મદા જેવા આંતરિયાળ વિસ્તારમાં નેટના ઠેકાણા ન હોવાથી ઓન લાઈન શિક્ષણ સદંતર નિષ્ફળ નીવડ્યું છે ત્યારે નર્મદા કોંગ્રેસે શિક્ષણ બચાવો અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

ભરૂચની મોના પાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા ખળભળાટ.

ProudOfGujarat

રાજપીપળા : સાગબારાના ઘનશેરા ચેક પોસ્ટપરથી ૧૦.૨૫ કિલો ગાંજો પકડાયો.

ProudOfGujarat

ભરૂચ : ધોબીવાડ ફાટાતળાવ વિસ્તારના રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામ પર પોલીસના દરોડા,૧૧ જુગારી ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!