નર્મદાના નાંદોદ તાલુકાના થરી ગામેથી ૨૪ કિલો ૨૦૦ ગ્રામ કિંમત રૂ. ૨૪૨,૦૦૦/- નો વનસ્પતિજન્ય માદક પદાર્થ
લીલો ગાંજોઝડપાયો છે.એસ.ઓ.જી. નર્મદા પોલીસેએન.ડી.પી.એસ. એકટ મુજબનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ રાજપીપલા ટાઉન પોલીસને સોંપ્યો છે.
એમ.એસ. ભરાડા ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તેમજ હિમકર સિંહ
જીલ્લા પોલીસ અધિક્ષક નર્મદાએ જીલ્લામાં નાર્કોટીકસને લગતી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમોઉપર રેઇડ કરી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય જે આધારે કે.ડી. જાટ પોલીસ ઈન્સ્પેકટર એસ.ઓ.જી. નર્મદા તથા એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા બાતમીને આધારે ચીમનભાઈ છીતાભાઇ તડવી (રહે. થરી, તા. નાંદોદ, જી. નર્મદા)ના રહેણાંક ઘરની પાછળ આવેલા વાડામાં રેઈડ કરી લીલો ગાંજો
૨૪ કિલો ૨૦૦ ગ્રામ જેની કિ.રૂ. ૨,૪૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
રાજપીપલા પો.સ્ટે.માં એન.ડી.પી.એસ. એકટ મુજબનો ગુનો રજી. કરાવી આગળની કાર્યવાહી માટે રાજપીપલા પો.સ્ટેમાં
સોંપવામાં આવેલ છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા