રાજપીપલા, આરીફ જી કુરેશી
રાજપીપલા, રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સિઝન ૨૦૧૯-૨૦ અંતર્ગત ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી તા. ૧૬/૧૦/૨૦૧૯ થી તા. ૩૧/૧૨/૨૦૧૯ દરમ્યાન ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમના ડાંગર માટે ૯૨, મકાઇ માટે ૬૧ અને બાજરી માટે ૫૭ જેટલાં એ.પી.એમ.સી. ખરીદ કેન્દ્રો/ગોડાઉન કેન્દ્રો ખાતેથી કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે રૂ. ૧૮૧૫/- પ્રતિ કિવન્ટલ, ડાંગર (ગ્રેડ- એ) માટે ૧૮૩૫/- પ્રતિ કિવન્ટલ, મકાઇ માટે રૂ. ૧૭૬૦/- પ્રતિ કિવન્ટલ અને બાજરી માટે રૂ. ૨૦૦૦/- પ્રતિ કિવન્ટલ નિયત કરેલ છે. નર્મદા જિલ્લામાં લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતાં ખેડૂતોની ઓનલાઇન નોંધણી સંબંધિત ગ્રામ પંચાયતમાં (ઇ-ગ્રામ સેન્ટર ખાતે), નજીકના એ.પી.એમ.સી. ખાતે તથા નિગમમાં ગોડાઉન કેન્દ્ર ખાતે તા. ૦૧/૧૦/૨૦૧૯ થી શરૂ થયેલ છે જે તા. ૩૧/૧૦/૨૦૧૯ સુધી ચાલુ રહેશે તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે.
આ અંગે નર્મદા જિલ્લાના રાજપીપલા, દેડીયાપાડા, સાગબારા અને તિલકવાડા તાલુકા ખાતેના ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન કેન્દ્ર ખાતે સંપર્ક કરવાનો રહેશે તેમ નાયબ જિલ્લા મેનેજર ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ.