નર્મદા જિલ્લાનું નાંદોદ તાલુકાનું કુંવરપરા ગામ બન્યું છે વૃક્ષમિત્ર ગામ. આ ગામના યુવા સરપંચ નિરંજન વસાવાના માર્ગદર્શન હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામજનો સહયોગથી પોતાના ગામમા ગામ લોકોએ ત્રણ વર્ષમાં કુલ 27500 વૃક્ષોનું વાવેતર કર્યું છે. જેમા પહેલા વર્ષે 11000 પછી બીજા વર્ષે બીજા 11000 વૃક્ષો મળીને છેલ્લા બે વર્ષમાં કૂલ 22000 વૃક્ષોનું ગ્રામજનોએ વાવેતર કરેલું. જે આજે ફૂલીને 8 થી 10 ફુટ જેટલાં ઉછેરેલા વૃક્ષો મોટા થઇ ગયા છે. અને આ વર્ષે વધુ 5500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
આ અંગે ગામના યુવા સરપંચ નિરંજનભાઇ વસાવાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી અમારી ગ્રામ પંચાયતમાં અમે વૃક્ષારોપણ ગ્રામજનોના સહયોગથી કરી રહ્યા છીએ છેલ્લા 3 વર્ષમાં અમે 27500 વૃક્ષો રોપ્યા છે અને આ વર્ષે 5500 વૃક્ષો કુંવરપુરા બસ સ્ટેશનથી ગામલોકોએ ત્રણ વર્ષમાં કુલ 27500 વૃક્ષોનું વાવેતર કર્યું જવાના રસ્તે અને કુંવરપરા જૂના ગામને જોડતો રસ્તો તેમજ સ્મશાનની આજુબાજુમાં પડતર જગ્યામાં ગૌચરની જગ્યાઓમાં અમે આ વૃક્ષો રોપ્યા છે.
આજે છેલ્લા 2 વર્ષથી વિશ્વમા કોરોના મહામારી ચાલી રહી છે. સમગ્ર દેશમાં અને દુનિયામાં ઓક્સિજનની કમીના કારણે અને પૂરતો ઓક્સિજન ન મળવાના લીધે આપણે સહુએ આપણા સ્વજનોને ગુમાવ્યા છે. અને આજે દિવસેને દિવસે ગ્લોબલ વોર્મિંગમાં ઘણા બધા ફેરફારો આવી રહ્યા છે. ગમે તે સમયે વરસાદ થાય છે. અત્યારે જે ભૂગર્ભમાં જે પાણી રહેલું છે એ પણ દિવસેને દિવસે ખૂબ ઊંડાણમાં જઈ રહ્યું છે મિત્રો હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે વરસાદ પણ ખુબ સરસ પડી રહ્યો છે ત્યારે આપને નમ્ર વિનંતી કે તમે પણ તમારા ઘરના આંગણે તમારા વાડામાં ખેતરમાં કે પછી જે ગ્રામ પંચાયતની જમીનો છે. ગૌચર જમીનમા તમે વૃક્ષો વાવો. એ વૃક્ષને બે વર્ષ યોગ્ય ટ્રીટમેન્ટ આપો કે જેથી કરીને આવનારી આપણી પેઢીને પૂરતો ઓક્સિજન મળી રહે. એ સર્વેને વૃક્ષોરોપણ કરવાની અપીલ પણ કરી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા