જિલ્લાની સામાજિક સેવાભાવી સંસ્થાઓ, પદાધિકારીઓ, જિલ્લાના અગ્રણીઓ અને પ્રજાજનોના સહયોગથી જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલ “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અન્વયે “સેન્ટ્રલ કિચન” મારફત રાજપીપલાના નિરાધાર વ્યક્તિ-પરિવારને બે ટંક ભોજન અને જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓના વિતરણ બાદ આ પ્રોજેક્ટ અંતર્ગત આવરી લેવાયેલ વિવિધ સરકારી યોજનાઓના ભાગરૂપે આવી ૩૭ જેટલી નિરાધાર વ્યક્તિઓને વિવિધ યોજનાકીય લાભોના મંજૂરી હુકમો કરાયાં છે.
તદઅનુસાર, વિવિધ પ્રકારની ફેરી માટે ૫ લાભાર્થીઓને રૂા.૧૩,૮૦૦/- લેખે કુલ રૂા.૬૯ હજારની સાધન સહાય, વિકલાંગ બસ પાસ યોજના અન્વયે ૫ દિવ્યાંગોને આજીવન બસ પાસ અને ૨ (બે) દિવ્યાંગોને માસિક રૂા.૬૦૦/- લેખે આર્થિક સહાય, આયુષ્યમાન ભારત યોજના કાર્ડ અન્વયે ૧૧ લાભાર્થોઓને રૂા. ૫ લાખ સુધીની મેડીકલ સહાયનું આયુષ્યમાન કાર્ડ, યુવિન કાર્ડ યોજના હેઠળ ૧૨ લાભાર્થીઓને યુવિન કાર્ડ, માનવ કલ્યાણ યોજના હેઠળ ૮ લાભાર્થીઓને સહાય, વિવિધ સ્વરોજગારલક્ષી સહાય, આધારકાર્ડ યોજના હેઠળ ૮ લાભાર્થીઓને આધાર કાર્ડ, ગંગા સ્વરૂપ સહાય યોજના હેઠળ ૪ મહિલા લાભાર્થીઓને માસિક રૂા.૧૨૫૦/- લેખે આર્થિક સહાય, કડિયાકામ માટે ૧ લાભાર્થીને રૂા.૧૪,૫૦૦/- ની સાધન સહાય, અંત્યોદય કાર્ડ યોજના હેઠળ ૧ લાભાર્થીને અંત્યોદય કાર્ડ, દૂધ-દહી બનાવવાના ધંધા માટે રૂા.૧૦,૭૦૦/- ની સાધન સહાય, વ્યક્તિગત આવાસ યોજના હેઠળ ૨ (બે) લાભાર્થીઓને રૂા.૧.૨૦ લાખ લેખે કુલ રૂા.૨.૪૦ લાખની આવાસ સહાયના લાભો મંજૂર કરવામાં આવ્યાં છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા