Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાગબારા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જીઆરડી જવાનનું અવસાન થતાં જીઆરડી ના જવાનોએ ફાળો એકત્રિત કરી સદગતની પત્નિને સહાયની રકમ અર્પણ કરી.

Share

સાગબારા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જીઆરડી જવાનનું અવસાન થતાં જીઆરડી ના જવાનોએ ફાળો એકત્રિત કરી સદગતની પત્નિને સહાયની રકમ અર્પણ કરીમદદરૂપ થવાનો સ્તુતય પ્રયાસ કર્યો હતો.

જેમાં નર્મદા જિલ્લાના સાગબારા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જીઆરડી જવાન વસાવા શાંતિલાલભાઈએ એકવીસ વર્ષ સુધી જીઆરડી સભ્ય તરીકે ફરજ બજાવેલ. પરંતુ અચાનક બીમાર પડતાં તેઓ 25/5/2021 ના રોજ સ્વર્ગવાસ પામેલ. તેમના મૃત્યુ બાદ તેઓના પરિવારમાં દુઃખનું પહાડ તૂટી પડયું હતું.

Advertisement

તેમના મૃત્યુ બાદ એમની પત્ની અને એક અપંગ બાળક અનાથ બની ગયા. તેમના બાળકો અને પત્નીને ધ્યાનમાં લઇ તેમની પરિસ્થિતિ જોઈ સાગબારાના જીઆરડી ના સભ્યો એના પરિવારના મદદ માટે આગળ આવ્યા અને ફૂલ નહીં ફુલની પાંખડી સમજીને પોતાનો સ્વેચ્છિક ફાળો ઉઘરાવી તેઓના મદદમાં માટે આગળ આવ્યા અને દુઃખના સમયે એમને પરિવાર સાથે સહભાગી બનીને જીઆરડી, પી.એસ.આઇ કે .કે .પાઠક તથા જીઆરડી જમાદાર ચંપકભાઈ ઓલીયાભાઈ તેમજ સાગબારા તાલુકાના માનદ અધિકારી પ્રવિણસિંહ જુવાનસિંહ એમના ઘેર જઈ એમને વિધવા પત્ની સુમાબેન શાંતિલાલને રૂપિયા 5500 કે .કે. પાઠક તથા જીઆરડી જમાદાર ચંપકભાઈએ રોકડ રકમઅર્પણ કરી માનવતાવાદી અભિગમ અપનાવ્યો હતો.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચની ધર્મિષ્ઠાબા ગોહિલને મિસિસ બોડી બ્યૂટીફૂલનો ખિતાબ મળ્યો, 32 માંથી ટોપ -5 ફાઈનલીસ્ટમાં પહોંચી ભરૂચનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

હવામાન ખાતાની આગાહીના પગલે ઓલપાડમાં એન.ડી.આર.એફ ની ટીમ સ્ટેન્ડ બાય…

ProudOfGujarat

કોરોના રસીનો બીજો ડોઝ લેવાની સમય મર્યાદા 42 દિવસ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!