Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહે પી.એસ.આઇ પાઠક સહિત નિર્ભયા સ્કવોર્ડને પ્રમાણપત્ર આપી કર્યું સન્માન.

Share

નર્મદા જિલ્લાના પોલીસની નિર્ભયા સ્કવોર્ડ દ્વારા વિધવા પેન્શન અને વૃદ્ધા પેન્શન અપાવવાની કામગીરી ગામડે ગામડે ફરી જેને પેન્શન મળવાપાત્ર હોવા છતાં પેન્શન મળતું ન હતું એવા ગરીબ લોકોને પેન્શન અપાવવા માટે દોઢ માસમાં નિર્ભયા સ્કવોર્ડની બહેનો ઘરે ઘરે જઈને ગરીબ લોકોને ખોટા ધક્કા ન ખાવા પડે જેથી સ્થળ ઉપર 2518 ફોર્મ ભરી પેન્શન આપવાની કાર્યવાહી કરીને એક નવો નર્મદા પોલીસ કિર્તીમાન સ્થાપ્યો છે તથા ગુજરાત રાજ્યમાં નર્મદા પોલીસનું નામ રોશન કરી છે તથા ગરીબ વિધવા મહિલાઓના જમીન અને ઘર પચાવી લેવાના કિસ્સામાં એ લોકોને મદદે આવી એમની જમીન પાછી અપાવી અને જરૂરતમંદ લોકોને અનાજ અને ફળ કીટનું વિતરણ કરી તથા ગુમ થયેલ છોકરીઓને એમના માતા-પિતાથી મિલાપ કરાવી એમના ઘેર પાછા મોકલી આપેલ. એવા અનેક કામોને ધ્યાનમાં લઇ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહે નિર્ભયા સ્કવોર્ડના પી.એસ.આઇ કે.કે. પાઠક તથા નિર્ભયા સ્કવોર્ડના 14 મહિલા પોલીસ કોન્સ્ટેબલોને સારી કામગીરી બદલ પ્રોત્સાહનરૂપે પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ઝઘડીયાના અવિધા ગામે મોબાઇલ ટાવરના સેલ્ટર રુમમાં મુકેલ ૨૦ નંગ બેટરીની ચોરી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી મુસ્લિમ સમાજ દ્વારા માતમ ચોક ખાતેથી જુલુસ કાઢવામાં આવ્યું.

ProudOfGujarat

વાંકલ ખાતે સાયબર જાગૃતિ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!