Proud of Gujarat
GujaratFeaturedINDIA

નાંદોદ તાલુકાના માંડણ ગામમાં પ્રવાસીઓ માટે નો એન્ટ્રીનું બોર્ડ મારતા પ્રવાસીઓમાં નારાજગી.

Share

ગુજરાતના મીની કાશ્મીરમા માંડણ પીકનીક પોઇન્ટ પર પ્રવાસીઓ માટે અચાનક બ્રેક વાગી છે. કરજણ ડેમનો બેક વોટર વિસ્તારમા પ્રવાસીઓ માટે નો એન્ટ્રીનું બોર્ડ મારતા પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી છે. જેમાં માંડણ (ગાડીત) ગામ કરજણ જળાશયનો સંપાદિત વિસ્તાર છે અને વન વિભાગનો વિસ્તાર હોવાથી પ્રવાસીઓએ પોતાનું વાહન આ ગામમાં લઈ આવવું નહિ એવુ બોર્ડ કોણે માર્યું? એ ચર્ચાનો વિષય પણ બન્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના માંડણ ગામના કુદરતી સૌંદર્યથી ભરપુર સ્થળ માંડણ ગામે પ્રવાસીઓના ધાડા ઉમટી રહ્યા છે. ત્યારે એકાએક માંડણ ગામમાં પ્રવાસીઓ માટે નો એન્ટ્રીનું બોર્ડ મારતા પ્રવાસીઓમાં આશ્ચર્ય સાથે નારાજગી જોવા મળી છે. આ બાબતે નાંદોદ તાલુકા પ્રાંત અધિકારી કે.ડી.ભગતે જણાવ્યું હતું કે આ બોર્ડ અમે માર્યું નથી, ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ બોર્ડ માર્યું કોણે હશે.?

અત્રે ઉલ્લેખનીય છે કે માંડણ ગામમાં મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓ પાસેથી સ્થાનિક ગ્રામજનો વાહન દીઠ ચાર્જ ઉઘરાવતા વિવાદ થયો હતો. તો બીજી બાજુ માંડણ ગ્રામજનો એમ જણાવી રહ્યાં હતાં કે અમે એ પૈસાથી પ્રવાસીઓ માટે શૌચાલયો ઉભા કર્યા છે, રસ્તાઓની કામગીરી કરી રહ્યાં છે તો સાથે સાથે એ વિસ્તારની સાફસફાઈ પણ કરી રહ્યાં છે.

Advertisement

જોકે નાંદોદ તાલુકા પ્રાંત અધિકારી કે.ડી.ભગત સહીત અન્ય અધિકારીઓની ટીમ માંડણ ગામમાં પહોંચી હતી અને ગ્રામજનો પાસે પ્રવાસનના નામે પ્રવાસીઓ પાસેથી ઉઘરવાતી ફી મુદ્દે મંજૂરી પત્ર માંગ્યું હતું, જો કે મંજૂરી પત્ર ન મળતા પ્રાંત અધિકારીએ ગ્રામજનોને પ્રવાસીઓ પાસેથી ફી ન ઉઘરાવવા સૂચના આપતા હાજર સરકારી અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ હતી.

આ તમામની વચ્ચે માંડણ ગામમાં પ્રવાસીઓએ પ્રવેશવું નહિ એવું બોર્ડ મારી દેતા પ્રવાસીઓમાં ભારે નારાજગી છવાઈ છે. એ બોર્ડમાં જણાવ્યા મુજબ માંડણ (ગાડીત) ગામ કરજણ જળાશયનો સંપાદિત વિસ્તાર છે અને વન વિભાગનો વિસ્તાર છે. જેથી પ્રવાસીઓએ પોતાનું વાહન આ ગામમાં લઈ આવવું નહિ. પર્યટક સ્થળ બાબતે કોઈ કાયદાકિય મંજૂરી મળી નથી જેથી કોઈ પણ વ્યક્તિએ પોતાની નાવડી પ્રવાસીઓના હેરફેર માટે ઉપયોગ કરવી નહિ તથા કોઈ પણ પ્રવાસી પાસે આ બાબતે ફી લેવી નહિ સાથે સાથે પાર્કિંગ ફી પણ કોઈએ ઉઘરાવવી નહિ. આ સૂચનાઓનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ બોર્ડ બાદ માંડણ ગામના યુવાનોની રોજગારી અને પ્રવાસીઓના આગમન પર સંકટ ઉભું થયું છે. બીજી તરફ રાજકીય લોકો પણ રોષે ભરાયા છે.

આદિવાસીઓ પ્રગતિ કરે તે કોઈને ગમતુ નથી એટલા માટે માંડણ ગામના સીમાડા તરફ પ્રવાસીઓ માટે પ્રવેશબંધી કરી આદિવાસી સમાજનો આર્થિક આવકનો સ્ત્રોત છીનવી લીધો છે. આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપને જડબાતોડ જવાબ આપવા તૈયાર રહેજો એવા રાજકીય નિવેદનો સોસીયલ મીડીયમાં વાયરલ થતાં આ મુદ્દો આગામી દિવસોમાં જ જોર પકડે તો નવાઈ નહીં.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

તારા વિના શ્યામ મને એકલડુ લાગે…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ.

ProudOfGujarat

અન્ડર 15 ગર્લ્સ ક્રિકેટ ટીમમાં અંકલેશ્વરના ઉપાસના પટવર્ધનનું સિલેક્શન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!