રાજપીપલા, આરીફ જી કુરેશી
નર્મદા ડેમમાં ૩૬,૦૦૦ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૩૬,૦૦૦ ક્યુસેક પાણીનો આઉટફલો ૨૪ કલાકમાં ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૪,૪૬૫ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા ૧,૫૮૧ મેગાવોટ વિજ ઉત્પાદન.
રાજપીપલા,નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોનીના સરદાર સરોવર-નર્મદા ડેમ ખાતે આજે તા. ૧૬ મી ઓક્ટોબર, ૨૦૧૯ ને મંગળવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે ડેમની જળ સપાટી ૧૩૮.૨૬ મીટરે સપાટી નોંધાઇ હોવાના અહેવાલ કેવડીયા કોલોની ખાતેના નર્મદા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આજે તા. ૧૬ મી ઓક્ટોબરના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાની પરિસ્થિતિએ નર્મદા ડેમમાં ૩૬,૦૦૦ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૩૬,૦૦૦ ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો હતો. તા. ૯ મી ઓગષ્ટ, ૨૦૧૯ ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે અને આજે તા. ૧૬ મી ઓક્ટોબર, ૨૦૧૯ ના રોજ સવારના ૮:૦૦ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન R.B.P.H -ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૪,૪૬૫ મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે C.H.P.H- કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૧,૫૮૧ મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયેલ છે