Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નાંદોદ તાલુકાના સીસોદરા ગામે પરિણીતાને માર મારી શારીરીક માનસીક ત્રાસ આપતાં ફરિયાદ નોંધાઈ.

Share

નાંદોદ તાલુકાના સીસોદરા ગામે પરિણીતાને માર-મારી શારીરીક માનસીક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકી શારીરિક અડપલા કરી છેડતી કરવાના ગુનાની ફરિયાદ પાંચ આરોપીઓ સામે આમલેથા પોલીસ મથકમાં નોધાઈ છે.

જેમાં ભોગ બનનાર ફરીયાદીબેને આરોપીઓ ૧) પ્રવિણભાઇ શામળભાઇ પટેલ (૨) કૈલાશબેન પ્રવિણભાઇ પટેલ(૩) અંકુરભાઇ રમેશભાઇ પટેલ ત્રણેય રહે.સીસોદરા તા.નાંદોદ જી.નર્મદા (૪) જયવંતકુમાર ચુનિલાલભાઈ પટેલ (૫) સેજલબેન જયવંતભાઈ પટેલ ( રહે.ઉમલ્લા તા.ઝઘડીયા જી.ભરૂચ)સામે ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

ફરિયાદની વિગત અનુસાર તા.૧૭/૦૩/ર૦૦૧ ના રોજ ફરીયાબેનને આ કામના આરોપીઓએ ફરીયાદીબેનના પતિનું અવશાન થયેલ તે બાદ ફરીયાદીબેનને તેના ઘરમાંથી કાઢી મુકવા માટે ફરીયાદીને ગમે તેમ ગાળોબોલી માર-મારી શારીરીક માનસીક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકી તેમજ ગઈ તા.૦૪/૦૩/૨૦૦૧ થી તા.૧૭/૦૩/ર૦ર૫ ના સમયગાળા દરમ્યાન આ કામના આરોપી અંકુરભાઇએ બે-ત્રણ વાર ફરીયાદીબેનના શરીરે અડપલા કરી છેડતી કરી ગુનો કરતા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઓટો રીક્ષા એસોસિયેશન તરફથી રીક્ષા ચાલકોની રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરની ધરપડક કરી રૂપિયા ૬૮ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં રાજપીપળા મામતલદાર જનસેવા ખાતે સોશીયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!