Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : આદિવાસી વિસ્તાર નર્મદામા સૌ પ્રથમવાર “ઓક્સિજન બેન્ક” નો પ્રારંભ.

Share

આદિવાસી વિસ્તાર નર્મદામા સૌ પ્રથમવાર “ઓક્સિજન બેન્ક” નો પ્રારંભ થયો છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તરફથી રાજપીપલા બ્લડ બેન્કને પાંચ ઓક્સિજન કન્સન્ટ્રેટર મળ્યા છે. આપણે બ્લડ બેન્ક, ચક્ષુ બેન્ક વિશે તો સાંભળ્યું હશે પણ હવે ઓક્સિજન બેન્ક પણ હવે ઉપલબ્ધ થઇ છે.

આ અંગે રાજપીપલા બ્લડ બેન્કના ચેરમેન એન બી મહિડાએ જણાવ્યું હતું કે કોવિડ ૧૯ મહામારી દરમ્યાન પણ રેડ ક્રોસની શાખાઓ દ્વારા જરૂરીયાતમંદોને અવિરત સેવાઓ આપવામાં આવી છે. કોવિડ – ૧૯ ની સંભવિત ત્રીજી લહેરની તૈયારીના ભાગ સ્વરૂપે ઇન્ટર નેશનલ ફેડરેગ્ન ઓફ રેડ
કોસ એન્ડ ૩ કીસન્ટ સોસાયટીઝ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના નેશનલ હેડક્વાર્ટર્સનાં માધ્યમથી ગુજરાત રાજય રેડ ક્રોસ શાખાને ૩૫0 ઓક્સિજન કોન્સન્ટેટર્સ મળેલ છે.આ ઓક્સિજન કોન્સર્સ રેડ ક્રોસની જીલ્લા તાલુકા શાખાઓને ઓક્સિજન બેંક બનાવવા વિતરણ કરવામાં આવ્યુ છે જેમાં રાજપીપલા બ્લડ બેન્કને પાંચ ઓક્સિજન કન્સન્ટ્રેટર મળ્યા છે. રાજપીપલા ખાતે ઓક્સિજન બેન્ક શરૂ થવાથી ઓક્સિજનની કમીવાળા દર્દીને લાભ મળશે.

દેશમાં ઓક્સિજનનું સંકટ તીવ્ર બની રહ્યું છે. દેશના ઘણા ભાગોમાં હોસ્પિટલોમાં ઓક્સિજનનું સંકટ છે. ઘરમાં આઈસોલેટ ગંભીર સંક્રમિત દર્દીઓ માટે પણ ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ નથી. ઓક્સિજન કટોકટીના આ યુગમાં ઓક્સિજન કન્સન્ટ્રેટર ખૂબ ચર્ચામા છે પરંતુ કોવિડ યુગ દરમિયાન તેમની માંગ ખૂબ વધી છે. જયારે કોરોના વાયરસ સીધો ફેફસા પર આક્ર્મણ કરે છે છે અને જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હવે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સનો ઉપયોગ કરાય છે આજકાલ તેની ડિમાન્ડ વધી છે.

આ અંગે બ્લડ બેન્ક રાજપીપલાના ડો. જે એમ જાદવે જણાવ્યું હતું કે ઓક્સિજન કન્સન્ટ્રેટર એક એવુ ડિવાઇસ છે જે હવામાથી નાઇટ્રોજનને અલગ કરે છે અને ઓક્સિજનથી ભરપુર ગેસ બહાર કાઢે છે, અને ડિવાઇસ હવામાંથી ઓક્સિજનને ફિલ્ટર કરે છે. ઓક્સિજન કન્સન્ટ્રેટર તે ડિવાઈસ જે કુદરતી હવાથી ઓક્સિજન ઉત્પન્ન કરી શકે છે. ઓક્સિજન કન્સન્ટ્રેટર હવાથી નાઇટ્રોજનને અલગ કરે છે અને ઓક્સિજનથી ભરપુર ગેસ બહાર પ્રદાન કરે છે, જેનો ઉપયોગ ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ કરી શકે છે. કોરોના દર્દીઓના કિસ્સામાં જો ઓક્સિજનનું સ્તર 94% કરતા ઓછું થઈ જાય, તો દર્દીને તરત જ ઓક્સિજન ઉપચારની જરૂર હોય છે. આવા કિસ્સામાં ઓક્સિજન કન્સન્ટ્રેટર સપ્લિમેન્ટ દર્દીઓને ઓક્સિજન સપ્લાય કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Advertisement

ઓક્સિજન કન્સન્ટ્રેટર પોર્ટેબલ હોય છે અને ઉપયોગમાં સરળ છે. આ ડિવાઈસને ઓછા ખર્ચે ખૂબ જ ઓછા મેઈન્ટેનન્સની જરૂર હોય છે. દર્દીઓ ઓક્સિજન કન્સન્ટ્રેટરનો ઉપયોગ તેમની સુવિધા મુજબ ઘરે ડોક્ટર અથવા હેલ્થકેર વર્કર્સની દેખરેખ હેઠળ કરી શકે છે. ઓક્સિજન સિલિન્ડર ખાલી થાય ત્યારે તેને રિફીલ કરવાની જરૂર પડે છે, પરંતુ ઓક્સિજન કન્સન્ટ્રેટર સાથે એવું નથી. ઓક્સિજન કન્સન્ટ્રેટર લોંગ ટર્મ યુઝ માટે છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

રાજપીપળા પાલિકાનાં વાયરમેન સુરક્ષા સાધન વિના કામ કરતા હતા ત્યારે થાંભલા પરથી નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદ્રા ગામમાંથી છ જેટલા નવયુવાનો ગતરોજ અમરનાથ યાત્રા દર્શન માટે ઉપડયા હતા.

ProudOfGujarat

ભરૂચની એપલ હોટલના વગર પરવાનગીએ થતાં બે માળના બાંધકામને અટકાવતુ બૌડા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!