Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવા, સહિત BTP ના આગેવાનોને ભાજપી સાંસદ મનસુખભાઇ વસાવાનું અલ્ટીમેટમ.

Share

આમ તો બીટીપી અને ભાજપ અને બન્ને પક્ષના દિગ્ગજ નેતાઓ બીટીપીના સુપ્રીમો છોટુભાઈ વસાવા, ધારાસભ્ય મહેશભાઈ વસાવા અને ભાજપના સિનિયર નેતા અને 6 ટર્મથી સાંસદ બનેલા આખબોલા વરિષ્ઠ નેતા મનસુખ વસાવા વચ્ચે અવારનવાર વાક્યદ્ધ થતું રહે છે તકમળે બન્ને નેતાઓ એકબીજા પર રાજકીય આરોપ કરવાની એકેય તક છોડતાં નથી.

આ વખતે શકુર પઠાણ સાથેના સાંસદ મનસુખભાઇ વસાવા સાથેના જુના ફોટાઓ બીટીના લોકોએ વાયરલ કરાવી આ ઘટનાને મનસુખભાઈ સાથે સાથે જોડવાનો પ્રયાસ કરતા મનસુખ વસાવા વિફર્યા છે. બીટીપી સાથે મનસુખભાઇ વસાવાએ ડેડીયાપાડાના ધારાસભ્ય અને બીટીપીના આગેવાનો સામે આકરા પ્રહારો કરતા વાક્યુદ્ધ સોસીયલ મીડિયામા વાયરલ થતાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવા,તથા ચૈતરભાઈ વસાવા, મહેશભાઈ ગેબુભાઈ વસાવા તથા ભરૂચ જિલ્લા તથા નર્મદા જિલ્લાના BTP ના આગેવાનોને ભાજપી સાંસદ મનસુખભાઇ વસાવાનું અલ્ટીમેટમ આપતાં જણાવ્યું છે કે તમે સસ્તી નેતાગીરી કરવાનું અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો, છોટુભાઈ વસાવાએ જે સામ્રાજ્ય ઊભું કર્યું હતું, તે તમે બધાએ પાણીમાં ફેરવી દીધું છે. તમારા તમામ મોટાભાગના આગેવાનો BTP છોડીને ભાજપ, કોંગ્રેસ અથવા તો AAP પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ગુંડાધારો BTP કે કોંગ્રેસના ગુંડાઓને, બુટલેગરોને તથા જુગારિયાઓને છોડવાનો નથી. એટલું તમે લોકો યાદ રાખજો, BTP ના જુઠ્ઠાણાઓ તથા નવયુવાનોને ખોટી રીતે ઉશ્કેરવાના કારણે તમારો તાલુકા પંચાયતમાં તથા જિલ્લા પંચાયતમાં ધોવાણ થઈ ગયું છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ કે વિધાનસભાની પેટાચૂંટણીમાં તમારા પક્ષ BTP ની શું હાલત થઈ છે, તેના પર તમે નજર તો જરા કરો, તો તમને ખબર પડશે કે તમારો ગ્રાફ કેટલો નીચે જઇ રહ્યો છે. છોટુભાઈ વસાવાએ જે સામ્રાજ્ય ઊભું કર્યું હતું, તે તમે બધાએ પાણીમાં ફેરવી દીધું છે. તમારા વફાદારો તમારા ઉપર ભરોસો કરતા નથી, તમારા તમામ મોટાભાગના આગેવાનો BTP છોડીને ભાજપ, કોંગ્રેસ અથવા તો AAP પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આવનારા દિવસોમાં તમારા આ જુઠાણાઓના કારણે તમારૂ બધું જ પુરુ થઈ જવાનું છે.

Advertisement

મોવી ચોકડી પાસે તમારા તાલુકા પંચાયતના માજી.સભ્ય મોતીસિંગ વસાવાનાં પરિવાર સાથે જે ઘટના ઘટી તેની હું પણ ખૂબ જ નિંદા કરું છું અને તેના માટે પોલીસ કાયદેસરની કાર્યવાહી પણ કરી રહી છે. ગુંડાધારો BTP કે કોંગ્રેસના ગુંડાઓને, બુટલેગરોને તથા જુગારિયાઓને છોડવાનો નથી. એટલું તમે લોકો યાદ રાખજો, મોવી ચોકડી પાસે જે આદિવાસી પરિવાર સાથે ઘટના ઘટી તે સમયે હું દિલ્હી હતો, લોકસભાનું ચોમાસુ સત્ર ચાલુ છે, તે તમે પણ સારી રીતે જાણો છો. છતાં પણ તમે મને શકુર પઠાણ સાથેના મારા જુના ફોટાઓ તમારા લોકોને બતાવી વાયરલ કરાવી આ ઘટનાને મારી સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. તે તમને ધારાસભ્ય તરીકે જરાપણ શોભતું નથી, શકુર પઠાણ સાથે સ્વામિનારાયણ મંદિરના ધાર્મિક કાર્યક્રમમાં તથા નેત્રંગ તાલુકાના શિક્ષણ અને વિકાસના કામો બાબતે અને અન્યો સાથે મારે મળવાનું થયું છે. જેમ તમે તમારા રાજકીય ઉદ્દેશ માટે અવારનવાર મળો છો, તે જ પ્રકારે હું પણ એક બે વખત મળ્યો છું. કોંગ્રેસ સાથે તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત કે વિધાનસભાની પેટાચૂંટણીમાં તમે લોકો ગઠબંધન કરો છો. અમે ગઠબંધન કરતા નથી તથા મેં કોઈ તોફાની તત્વોને બચાવ્યા નથી, તમારે ખાત્રી કરવી હોય તો મારો મોબાઇલ તથા પોલીસ અધિકારીઓનો મોબાઈલ તપાસી લેજો. કોઈપણ તોફાની તત્વોને બચાવવા માટે મેં કોઈને ફોન પણ નથી કર્યા. તેથી તમે લોકો મને ખોટી રીતે બદનામ કરવાનું બંધ કરી દેજો, તમને આ મનસુખ વસાવા ખૂબ જ ભારે પડશે.

મહેશભાઈ વસાવા તમારા BTP ના માજી.તાલુકા પંચાયતના સભ્ય પર જે હુમલો થયો તેના માટે તમારે મીડિયા સમક્ષ આ ઘટનાને વખોડવી જોઈએ, પોલીસ તંત્રના વિરોધમાં તમારા નેતૃત્વમાં તમારે આવેદનપત્ર આપવું જોઈએ. તમે પડદા પાછળ રહીને તમારા ચેલાઓને શા માટે આગળ કરો છો, તમારામાં જો હિંમત હોય તો તમારે આગળ આવવું જોઈએ, મીડિયા વાળાઓને તમે મોવી ચોકડી પાસે જે ઘટના ઘટી તે બાબતે ઇન્ટરવ્યૂ આપવાની કેમ ના પાડી દીધી, શું તમને કોંગ્રેસથી ડર લાગે છે? મનસુખભાઈ ના સવાલોથી ભરૂચ નર્મદા ના રાજકારણમા ખળભળાટ મચી જવા પામ્યો છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

કરજણ નદીમાં વધુ પાણી છોડતા રામગઢ અને રાજપીપળાને જોડતો કરજણ પુલને ફરીથી બંધ કરાતા પુલનું બાંધકામ વિવાદમાં.

ProudOfGujarat

એકતા આર કપૂર અને મહાવીર જૈને તેમના હ્રદયસ્પર્શી ફેમિલી એન્ટરટેઈનર – બિન્ની એન્ડ ફેમિલીનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો

ProudOfGujarat

ગણતંત્ર દિવસની પાલેજમાં ધામધૂમથી ઉજવણી કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!