Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : કેવડીયા પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી નર્મદા પોલીસે રિમાન્ડ માંગ્યા.

Share

પી.એમ.ઓ નવી દીલ્હી ખાતે વડા પ્રધાન સલાહકાર સમિતિના અધિકારી તરીકેનો ખોટો હોદ્દો ધારણ કરી અને આવા હોદ્દાથી વર્તન કરી ફ્રી પાસ અને વિઆઈપી સગવડ માંગતા ઝડપાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા બાદ એક આરોપીઓની સાંડોવણી ન જણાતા તેમને જામીન પર મુક્ત કરાયા હતા.

જેમાં આરોપીઓ વિનયભાઇ પ્રમોદભાઇ દલાલ( ઉ.વ ૩૮ રહે.૧૨, નોર્થ એવન્યુ, પંજાબી બાગ, વેસ્ટ નવી દિલ્હી)અને પ્રમોદભાઇ વિનોદભાઇ દલાલે અત્રેના કેવડીયા ખાતે પોતે પ્રાઇમ મીનીસ્ટર કાર્યાલય (પી.એમ.ઓ) નવી દીલ્હી ખાતેથી આવતા હોવાની ખોટી ઓળખ આપી, પી.એમ.ઓ કાર્યાલયમાં સલાહકાર સમિતિમાં ફરજ બજાવતા હોવાનું જાણવા છતા રાજ્ય સેવક હોવાનું ખોટું નામ ધારણ કરી અને તેવી હેસીયતથી પી.એમ.ઓ કાર્યાલયના વડા પ્રધાન સલાહકાર સમિતિના અધિકારી તરીકેનો ખોટો હોદ્દો ધારણ કરી અને આવા હોદ્દાથી વર્તન કરતા કેવડીયા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરેલ અને આરોપીઓને પકડી પાડવા હિમકર સિંહ પોલીસ અધિક્ષક નર્મદાએ અલગ અલગ ટીમો બનાવી રવાના કરેલ. જે ટીમોએ આરોપીઓ (૧) હેમંતકુમાર શીવપ્રસાદ વ્યાસ કારેલીબાગ વડોદરા) ને વડોદરા ખાતેથી કેવડીયા પોસ્ટ ખાતે તપાસ અર્થે લઇ આવેલ તેમજ (૨) પ્રમોદભાઇ વિનોદભાઇ દલાલ ઉ.વ ૭૧ રહે. ૧૨, નોર્થ (એવન્યુ, પંજાબી બાગ, વેસ્ટ નવી દિલ્હી )ને દીલ્હી ખાતે તેઓના ઘરેથીકેવડીયા પોસ્ટ ખાતે તપાસ અર્થે લઇ આવી તા.૨૪/૦૭/૨૦૨૧ ના રોજ અટક કરી કોર્ટમા મુદ્દત અંદર રિમાન્ડ યાદી સાથે રજુ કરતા , કોર્ટમાથી આરોપીના દિન ૨ ના તા. ૨૬/૦૭/૨૦૨૧ સુધી રિમાન્ડ મંજુર થયેલા અને આરોપી વિનયભાઇ પ્રમોદભાઇ દલાલ (ઉ.વ ૩૮ રહે. ૧૨, નોર્થ એવન્યુ, પંજાબી બાગ, વેસ્ટ
નવી દિલ્હી)ને તા.૨૫/૦૭/૨૦૨૧રોજ અટક કરી, તમામ આરોપીઓને મુદત અંદર કોર્ટમાં રજુ કરવામા આવેલ.અને કોર્ટમાથી ત્રણેય આરોપીઓ જામીન પર મુક્ત કરવામાં આવેલ અને આરોપીઓના રિમાન્ડ(તપાસ) દરમ્યાન સી.ડી.આર એનાલીસીસ તેમજ પુછપરછ દરમ્યાન જાણવા મળેલ કે, આરોપીએ તા.૧૩/૦૭/૨૦૨૧ ના રોજથી તા.૧૭/૦૭/૨૦૨૧ સુધી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જઇ પી.એમ.ઓ નવી દીલ્હી ખાતે વડા પ્રધાન
સલાહકાર સમિતિના અધિકારી તરીકેનો ખોટો હોદ્દો ધારણ કરી અને આવા હોદ્દાથી વર્તન કરેલ હોઇ જેથી નર્મદા જીલ્લા ખાતેથી તમામ જીલ્લાઓમા ફેક્સ મેસેજ કરેલ. જે આધારે આરોપીઓ વિરુદ્ધ અંબાજી પોલીસ સ્ટેશન (બનાસકાંઠા) ખાતે, ગુનો તા.૨૪/૦૭/૨૦૨૧ ના તેમજ બોર તળાવ પોલીસ સ્ટેશન (ભાવનગર) ખાતે, તેમજ સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ હોઇ જેથી તમામ આરોપીઓ કોર્ટમાથી જામીન ઉપર મુક્ત થતા આરોપી (૧) પ્રમોદભાઇ વિનોદભાઇ દલાલ(૨) વિનયભાઇ પ્રમોદભાઇ દલાલને બોર તળાવ પોલીસ સ્ટેશન (ભાવનગર) ગુ.ર.નં ૧૧૧૯૮૦૧૨૨૧૧૨૨૦/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૧૭૦,૧૧૪ મુજબના ગુનાના કામે તપાસ અર્થે લઇ ગયેલછે.જયારે હેમંત વ્યાસની આ ગુનામાં સંડોવણી ન જણાતા તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા આગળની સઘન તપાસ નર્મદા પોલીસ કરી રહી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અમદાવાદ : મુંબઈ-દિલ્હી ફ્લાઈટ હાઈજેક મામલે બિરજુ સલ્લાને મોટી રાહત, HC એ NIA કોર્ટનો ચુકાદો રદ કર્યો, બિરજુ નિર્દોષ જાહેર

ProudOfGujarat

કામરેજ પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

ભરૂચ : વાલીયા તાલુકાના ચમારીયા પાસે બે બાઇક સામસામે અથડાતા બે ને ઇજા એકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!