Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા નિર્ભયા સ્કવોર્ડની વધુ એક માનવતા વાદી પ્રશંસનીય કામગીરી.

Share

નર્મદા જિલ્લામા મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને મદદરૂપ થતી નિર્ભયા સ્કવોર્ડની વધુ એક માનવતાવાદી પ્રશંસનીય કામગીરી બહાર આવી છે. જેમાં ડેડિયાપાડાથી પરિવારથી વિખુટી પડી ગયેલી દીકરીનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. નિર્ભયા સ્કવોર્ડની બહેનોએ કાઉન્સેલિંગ કરી નામઠામ જાણી નસવાડી તાલુકાના છટવાડા ગામે પહોંચી માતા પિતાને સોંપી દેવાઈ હતી.

બનાવની વિગત અનુસાર નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક ચેતના ચૌધરીના સલાહ સુચન પ્રમાણે કામ કરતી નિર્ભયા સ્કવોર્ડના ઇન્ચાર્જ પી.એસ.આઇ કે.કે. પાઠક ના નેતૃત્વમાં નિર્ભયા સ્કવોર્ડઉમદા કામગીરી કરી રહી છે. હાલમાં ડેડીયાપાડાથી એક 17 વર્ષની અજાણી છોકરી મળી આવેલ. પરંતુ તે છોકરી પોતાનું નામ અને ગામ બતાવતી ન હતી. જેથી એમના ઘર સુધી પહોંચવું ખૂબ જ અઘરું હતું. તે છોકરીને રાજપીપળા ખાતે સખી વન સ્ટોપ સેન્ટર લાવી સોપેલ હતી, પરંતુ ત્યાં પણ તે છોકરી કશું જ બતાવી ન હતી. સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક મંદાબેન પટેલ બે દિવસ ખૂબ જ પ્રયાસ કર્યા પરંતુ તે છોકરી કશું જ બતાવતી ન હતી. ત્યારબાદ આ બાબતે પીએસઆઇ પાઠક ઉપર સખી વન સ્ટોપ સેન્ટર સંચાલક મંદાબહેન પટેલ નોપીએસઆઇ પાઠક ઉપર ફોન આવ્યો કે છોકરી કશુંજ બતાવતી નથી. પીએસઆઇ પાઠકે આ બાબતે પોલીસ અધિક્ષકને બધી વાતથી અવગત કરાયા. અને ત્યાર પછી પોલીસ અધિક્ષકની સુચના પ્રમાણે નિર્ભયા સ્કવોર્ડના મનિષાબેન જગસીભાઇ માલકીયા તથા કવિતાબેન જીવનભાઈ જાની બંને બહેનોએ છોકરી પાસે પોતાની ઓળખાણ છુપાવીને રહેવા અને કાઉન્સિલિંગ કરવા માટે તૈયાર કરી. નિર્ભયા સ્કવોર્ડનીબંને બહેનોએ તે છોકરી પાસે સવારથી રાતના દસ વાગ્યા સુધી એના રૂમમાં છોકરી સાથે રહી તે છોકરીને વિશ્વાસમાં લઇ ઘનિષ્ઠ મિત્રતા બનાવી હતી. બંને છોકરીઓને થયું કે હવે આ છોકરી આપણા વિશ્વાસમાં છે તે પછી તે છોકરીને પૂછવાનું શરૂ કર્યું વાતોમાં તે છોકરીને સાચું નામ અને પિતાનું નામ શામજીભાઈ અને છોકરીના ભાઈનું નામ દિલીપભાઈ ગામ છલવાટા તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદયપુર બતાવેલ. રૂમની અંદરથી નિર્ભયાની બહેનોએ ઇન્ચાર્જ પી.એસ.આઇ પાઠકને જાણ કરતા તાત્કાલિક નસવાડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી છલવાટા ગામના સરપંચ વિનુભાઈનો ફોન નંબર લઈને સરપંચને દરેક વાતે અવગત કર્યા. સરપંચ વિનુભાઈએ તાત્કાલિક છોકરીના ભાઈ દિલીપભાઈ શામજીભાઈને સંપર્ક કરી સવારે રાજપીપળા ખાતે આવી સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક મંદાબહેન પટેલ પી.એસ.આઇ પાઠક તથા નિર્ભયા સ્કવોર્ડના બહેનો રેખાબેન તથા પ્રભાબેનના રૂબરૂમાં સોપી દીધેલ. આમ નિર્ભયા સ્કવોર્ડએ પરિવારથી વિખુટા પડેલ છોકરીને એના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

જીવન જરૂરી ચીજવસ્તુઓનાં ભાવ આસમાને જતાં આમ આદમી પરેશાન….જાણો વધુ.

ProudOfGujarat

ઝઘડીયા : અઠવાડિયામાં ત્રણ દિવસ દુકાનો બંધ રાખવાના આદેશનાં વિરોધમાં રાજપારડીનાં વેપારીઓનું આવેદન.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના કપલસાડી ગામે પાંચ મકાનો આગની લપેટમાં…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!