રાજપીપળા: આરીફ જી કુરેશી
ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરનાર એક વ્યક્તિને ઝડપી પાડતી નર્મદા એસઓજી પોલીસ ગાંજાના લીલા નાના મોટા છોડ નંગ-૮૧ જેનું વજન ૧૯ કિલો ૪૨૦ ગ્રામ કિ.રૂ.૫૮,૨૬૦/- ના વગર પાસપરમીટના ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો.
નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.નર્મદા પો.સ.ઇ. ડી.બી. કુમાવત વિગેરે પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળતા ઉક્કડીયાભાઇ મીરાભાઇ વસાવા રહે.થપાવી(સામરપાડા)તા.ડેડીયાપાડા ના રહેણાંક મકાનની આજુબાજુ વાડામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરેલ છે .જે બાતમીના આધારે ર્પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.રાઠવા રાજપીપળા પો.સ્ટે.નને સાથે રાખી પોલીસ સ્ટાફના અધિકારી/સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા ઉક્કડીયાભાઇ મીરાભાઇ વસાવા પોતાના ઘરે હાજર મળી આવેલ અને ગે.કા. ગાંજા બાબતે તેના રહેણાંક મકાનની આજુબાજુ વાડામાં પંચો તથા પોલીસ સ્ટાફ સાથે ઝડતી તપાસ કરતા ગેર કાયદેસર ગાંજાના લીલા નાના મોટા છોડ નંગ-૮૧ જેનું વજન ૧૯ કિલો ૪૨૦ ગ્રામ કિ.રૂ.૫૮,૨૬૦/- ના વગર પાસપરમીટના ગાંજાના જથ્થા સાથે તેને પકડી પાડી ડેડીયાપાડા પો.સ્ટે માં ગુન્હો રજીસ્ટર કરી ગે.કા.લીલા ગાંજાના છોડનું વાવેતર કરતા વ્યક્તિને પકડી પાડતી નર્મદા જીલ્લા એસ.ઓ.જી.પોલીસની સફળ કામગીરી.