Proud of Gujarat
FeaturedGujaratINDIA

મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો

Share

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કેવડિયા કોલોની સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ છે. નર્મદા ડેમમાં હાલ ઉપરવાસમાંથી પાણી છોડાતા 46 હજાર 504 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
સતત પાણીની આવકના કારણે સરદાર સરોવર ડેમનું જળસ્તર પહોંચી ગયું છે 115.86 મીટર પર એટલે કે 8 કલાકમાં ડેમની જળસપાટીમાં 86 સેન્ટિમીટરનો વધારો થયો છે. જોકે હાલ ડેમની જળસપાટી છે તે ગત વર્ષ કરતા 5 મીટર ઓછી છે. ડેમમાં હાલ 4 હજાર 363 MCFT પાણીનો જથ્થો છે.

રાજ્યમાં આજે એટલે કે 26 જુલાઈના રોજ પણ સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.આજે મહીસાગર, છોટા ઉદેપુર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, નર્મદા, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મહેસાણા, ખેડા, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, દ્વારકા અને દીવમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 28 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

Advertisement

Share

Related posts

લવ જેહાદનાં વિરોધમાં આજે ભરૂચમાં પત્રકાર પરિષદ યોજાઈ…

ProudOfGujarat

અંકલેશ્વરની હિમાની ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં બે દિવસ પહેલા લાગેલી આગમાં વધુ એક કામદારનું સારવાર દરમ્યાન મોત નીપજયું.

ProudOfGujarat

વાગરા પોલીસે શંકાસ્પદ 14 નંગ મોબાઈલ સાથે બે ઈસમોની અટક કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!