કોંગ્રેસ નેતા પરેશ વસાવા જણાવ્યુ કે દડેડીયાપાડાથી રાજપીપળા જતો મુખ્ય રસ્તો હાલ એક બે મહિના પહેલાં જ બન્યો હતો અને આ રસ્તો આજે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. લાખો લોકો સરકારને રોડ માટે ટેકસ ચૂકવે છે છતાં એ મુજબ સુવિધા મળતી નથી. વારંવાર આમ આ રસ્તાની એકદમ ખરાબ હાલત જોવા મળે છે. વારંવાર ફરિયાદ કરવાં છતાં અધિકારી દ્વારા કોઈ પગલાં લેવાતાં નથી. જો આ રસ્તાને સાત દિવસમાં સુધારો કરવામાં નહી આવશે તો લોકો સરકાર કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. ડેડીયાપાડાથી મોવી રોડનું અંતર 15 કિલોમીટરની આજુબાજુ છે, ને ડેડીયાપાડા સાગબારા મહારાષ્ટ્રના વાહનોએ રાજપીપલાને વડોદરા જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. જે હાલ ધીરે ધીરે બિસ્માર હાલતમાં જઇ રહ્યો છે. આ રોડને લઈને પરેશ વસાવાનો એક વિડિઓ પણ વાયરલ થયેલ છે જેના બાદ તેમના સાથે પત્રકાર તાહિર મેમણની ટેલિફોનિક વાતમાં આ રોડનો ઉલ્લેખ કરતા કહયું કઈ 7 દિવસ સમરકામ ના કરવામાં આવે તો કોંગ્રેસ પાર્ટી રસ્તા રોકો આંદોલન થશે.
તાહિર મેમણ – ડેડીયાપાડા