ગુજરાતમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા પર પ્રતિબંધ હોય પરંતુ બુટલેગરો ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થાની હેરફેર કરવામાં કોઈ કસર બાકી રાખતા નથી. ગતરોજ સરદાર સરોવર નર્મદા બંધ ઘણો સંવેદન સીલ વિસ્તાર હોય બુટલેગરો એ સરદાર સરોવરનો જલમાર્ગે નર્મદામાં દારૂ પહોંચાડવાની કોશિશ કરતા નર્મદા સુરક્ષા સંભાળતી SRP નર્મદા બટાલિયને આ વિદેશી દારૂની મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.
કેવડિયા પોલીસે આ બુટલેગરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નર્મદા બંધ પર સુરક્ષા સંભાળતા નર્મદા બટાલિયન SRP ગ્રુપના DYSP ચિરાગ પટેલની સૂચનાથી સરદાર સરોવરના ઉપરવાસમાં કોઈ ગેરપ્રવૃત્તિ નથી થતી જે જોવા સૂચના આપી એક ટિમ સુરક્ષા બોટ લઈને SRP જવાનો પેટ્રોલીગ કરી રહ્યા હતા.
ઝેર ગામના કિનારા તરફ એક કેશરી બોટ જતા જોઈ એટલે પેટ્રોલીગ બોટ તેમનો પીછો કરી ઉભા રહેવાની વાત કરી ત્યારે બોટમાં બેઠેલા બે શખ્સો બોટમાંથી કુદી ભાગી ગયા. જોકે સુરક્ષા જવાનોએ બોટ પાસે જઈને જોયું તો બોટમાં વિદેશી દારૂ ભરેલ હતો. વિદેશી બનાવટનો દારૂ કવાટરીયા અને બિયર મળી કુલ 2,97,300 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો. બે બુટલેગરો ભાગી ગયા હતા. જે મુદામાલ સહીત કેવડિયા પોલીસને સોંપતા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી DYSP વાણી દુધાત સુપરવીઝનમાં પી.આઈ.પી.ટી.ચૌધરી તપાસ હાથ ધરી છે.
નર્મદા બંધના ઉપરવાસમાં SRP ટીમે મહારાષ્ટ્રથી હોડકામાં આવતો લાખોની મત્તાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.
Advertisement