Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : સેલંબા હાઈસ્કુલમાંથી કુલ રૂ. ૩૭,૫૦૦/-ના માલમત્તાની ચોરી કરી ચોર ફરાર.

Share

નર્મદાના સેલંબા હાઈસ્કુલના તાળા તોડી સ્કૂલમાંથી રોકડા રૂ.૨૫,૦૦૦ તથા પિત્તળના વાસણો, મૂર્તિ, તથા વિદ્યાર્થીઓના સ્કુલ ડ્રેસની ચોરી કરી નાસી જતા સાગબારા પોલીસમા ચોરીની ફરિયાદ નોંધાઈ છે.

જેમાં ફરીયાદી દેવેંદ્રકુમાર કાશીનાથભાઈ પટેલ રહે.સેલંબાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગત અનુસાર સેલમ્બા હાઈસ્કૂલના સંડાસ બાથરૂમની હવા ઉજાસ માટેની સીમેંટની જાળી તોડી તે વાટેથી અંદર પ્રવેશ કરી તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને ફરીયાદીના સ્કુલના આચાર્યના ઓફિસના ભાગે આવેલ સંડાસ બાથરૂમની હવા ઉજાસા માટેની સીમેંટની જાળી તોડી તે વાટેથી અંદર પ્રવેશ કરી ઓફિસ ટેબલના ડ્રોવરમાં મુકેલ રોકડા રૂ.૨૫,૦૦૦/-તથા પિત્તળનો અશોક સ્થંભ-૦૧ આશરે કિંમત રૂ.૫,૦૦૦/-તથા પિત્તળની ગણેશજીની મુર્તિ-૦૧ આશરે કિ.રૂ. ૧,૫૦૦/-તથા વિધાર્થીઓના સ્કુલ ડ્રેસ કુલ-૧૫ જોડી કિ.રૂ.૬,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૩૭,૫૦૦/- ના માલમત્તાની ચોરી કરી લઇ જઈ નાસી જતા પોલીસે ચોરીનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઉમરપાડા તાલુકાના ગુંદિકુવા ગામે આવી પહોંચેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ગ્રામજનો એ ભવ્ય સ્વાગત કર્યુ.

ProudOfGujarat

સુરતના અડાજણ ખાતે આવેલી રિવર ડેલ સ્કૂલમાં ત્રણ બાળકો કોરોના પોઝિટિવ : શાળા બંધ કરવાઈ.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકાનો નાના કાકડીઆંબા ડેમ ચાલુ વર્ષે છલકાયો ઓવરફલો થતા અદભુત નજારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!