Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન સલાહકાર સમિતીના અધિકારી તરીકેનો ખોટો હોદ્દો ધારણ કરી રોફ મારવા જતા પાંચ ઇસમો સામે પોલીસ ફરિયાદ.

Share

હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓના ધાડા ઉમટી રહ્યા છે જેમાં હાલ ઓનલાઇન ટિકિટનું વેચાણ ચાલુ હોવાથી આ અગાઉ ઓનલાઇન ટિકિટની રકમ સાથે છેડછાડ કરતી 23 ટીકીટ સાથે ટ્રાવેલ એજન્સીનું ટિકિટ કૌભાંડ ઝડપાયાની શાહી હજી સુકાઈ નથી ત્યાં જ એક વધુ એક મફત ટિકિટ અને વીઆઈપી સગવડ માંગનારા પાંચ જેટલાં બોગસ ઈસમો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પાંચ અજાણ્યા ઈસમોએ પોતે PMO કાર્યાલયમા વડાપ્રધાનના સલાહકાર સમીતીમાં ફરજ બજાવતા હોવાની ઓળખ આપી ટિકિટ અને વીઆઈપી સગવડ માંગતા ઝડપાયા છે. વડા પ્રધાન સલાહકાર સમીતીના અધિકારી તરીકેનો ખોટો હોદ્દો ધારણ કરી રોફ મારવા જતા પાંચ ઇસમો સામે કેવડિયા પોલીસ ફરિયાદ નોંધાઈ છે

જેમાં ફરીયાદી એ.ડી.રાઠવા પોલીસ સબ ઇન્સપેક્ટર કેવડીયા કોલોની કેવડીયાએ આરોપીઓ (૧) પ્રમોદભાઇ (રહે નવી દીલ્હી) (૨) હેંમત વ્યાસ તથા બીજા ત્રણ વ્યક્તિઓસામે ફરિયાદ દાખલ કરી છે.

Advertisement

બનાવની વિગત અનુસાર પ્રમોદભાઇ તથા હેમંત વ્યાસ તથા બીજા ત્રણ વ્યક્તિઓએ સાથે ભેગા મળી પ્રમોદભાઇ પોતે પી.એમ.ઓ કાર્યાલયમા વડાપ્રધાનના સલાહકાર સમીતીમાં ફરજ બજાવતા ન હોવાનું જાણવા છતા રાજ્ય સેવક હોવાનું ખોટું નામ ધારણ કરી અને તેવી હેસીયતથી પી.એમ.ઓ કાર્યાલયના વડા પ્રધાન સલાહકાર સમીતીના અધિકારી તરીકેનો ખોટો હોદ્દો ધારણ કરી, આવા હોદ્દાની હેસીયતથી વર્તી ગુનો કરતા પકડાઈ જતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે તેમની પૂછપરછ અને તપાસ કરતા પીએમમો ઓફિસમાંથી એવો કોઈ આદેશ કે મેસેજ ન હોવાથી તેમની પાસેથી જેનું ઓળખકાર્ડ માંગતા તેમણે ગલ્લા તલ્લા કરતા તેમની પોલ ખુલી ગઈ હતી. આ લોકો બોગસ હોવાનું જણાતા સ્ટેચયુ ઓફ યુનિટી કચેરીમાંથી પોલીસને જાણ કરવામાં આવતા આવતા પ્રમોદ અને તેનામિત્રો વિરુદ્ધ કેવડીયા પીએસઆઈ એ. ડી. રાઠવાએ કેવડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ કરનાર અમલદાર પોલીસ ઇન્સ પી.ટી. ચૌધરી કેવડીયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઉમલ્લા ઝઘડીયા વચ્ચે ધોરીમાર્ગ પર રોંગસાઇડે જતા વાહનોની સમસ્યા રોંગસાઇડે જતા વાહનો અકસ્માતો સર્જતા હોવ‍ાની ચર્ચા.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : વઢવાણ પુલ પર હિટ એન્ડ રનની ઘટનામા એક્ટિવા ચાલકનુ મોત.

ProudOfGujarat

વડોદરા : સાવલીમાં કતલખાને લઇ જવાતા ગૌવંશના કેસમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે 5 આરોપીના જામીન કર્યા નામંજૂર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!