રાજપીપલા જેલમા છેલ્લા બે વર્ષથી જેલની સજા ભોગવતો મર્ડર કેસનો આરોપીને કોર્ટે નિર્દોશ છોડી મુક્યાંનો અજીબ કિસ્સો બહાર આવ્યો છે.
રાજપીપળા જિલ્લા જેલના ઈ પી કો કલમ ૩૦૨ ના કાચા આરોપી મુકેશભાઈ ઘેલાભાઈ વસાવા માનસિક રોગથી પીડાતા હતાં, તેઓને નામદાર કોર્ટ, રાજપીપળા દ્વારા શકનો લાભ આપી નિર્દોષ મુકત કરતાં કેદીની માનસિક સ્થિતિ બરોબર ન હોય જેલ અધિક્ષક એલ.એમ.બારમેરાની સૂચનાથી જેલર કે.ટી. બારીયા તથા હવાલદાર આનંદભાઈ રાઠોડ દ્વારા અત્રેની જેલના સરકારી વાહનમાં તેઓના ગામ રાજુવડિયા જી. નર્મદા ખાતે તેઓના માતા પિતાને રૂબરૂમાં સોંપવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી મુકેશભાઈ ઘેલાભાઈ વસાવા મર્ડર કેસનો આરોપી હતો. એણે એનાજ ભાઈનું ખૂન કર્યું હતું. જેનો ટ્રાયલ કેસ ચાલતો હતો. એ ગુના માટે છેલ્લા બે વર્ષથી સજા ભોગવી રહ્યો હતો. આ આરોપી કેદી માનસિક રોગથી પીડાતો હતો તેની ટ્રીટમેન્ટ ચાલતી હતી. તેથી તેને રાજપીપલા કોર્ટે તેને પુરાવાના અભાવે શકનો લાભ અપાવી નિર્દોષ છોડી મુકતા જેલ અધિક્ષકે એલ એમ બારમેરાએ તેના રજુવાડીયા ગામે તેના પરિવારને સોંપી દીધો હતો
જ્યોતિ જગતાપ, રાજપીપલા