Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાના વાંસલા ગામે હાઇવે ઉપર થયેલ લૂંટના આરોપીઓ ઝડપાયા.

Share

ગરૂડેશ્વર તાલુકાના વાંસલા ગામે હાઇ-વે ઉપર થયેલ લૂંટના આરોપીઓને ઝડપી અનડીટેક્ટ ગુનો એલ.સી.બી. નર્મદા પોલીસે ડીટેક્ટ કર્યો છે. જેમાં વાંસલા ગામે કોઇ અજાણ્યા ઇસમોએ ફરીયાદીની મોટરસાયકલને ઇકો ગાડીથી આંતરી સોનાની ચેઇન તથા રોકડ મળી કુલ્લે કિ.રૂ.૬૩,૬૦૦/-ની લૂંટ કરી ફરીયાદીને માર મારી ભાગી ગયેલ હોય જે અનુસંધાને ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન માગુનો નોંધાયેલ. જેમાં એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી ના સુપરવિઝન હેઠળ એલ.સી.બી પોલીસ સ્ટાફના પોલીસ માણસોને બાતમી મળેલ કે અંગત અદાવતના કામે આ ગુનાનું કાવતરૂ સતિષભાઇ રાણા તથા જીગ્નેશભાઇ વસાવા (બન્ને રહે. રાજપીપલા) એ રચી ફરીયાદી વિશાલભાઇ માછીની અવર-જવરની રેકી કરાવી ફરીયાદી ગરૂડેશ્વર ફ્લીપકાર્ટની ડીલેવરી આપવા ગયેલ તે સમયે સતીષ રાણાની ઇકો ગાડીમાં સાત માણસો તથા મોટર સાયકલ ઉપર ત્રણ માણસોએ ફરીયાદીને મારવા માટે મોકલેલ હતા. જે તમામે વાસલા ગામે ફરીયાદીની મોટર સાયકલનો પીછો કરી આંતરી પાડી દઇ લાકડી અને પાઇપ જેવા હથિયારો વડે મુઢ માર મારી મોબાઇલ તેમજ અન્ય કિંમતી વસ્તુઓ લૂંટી રામપરા-માંગરોલ થી ભદામ જઇ અલગ-અલગ જગ્યાએ ભાગી ગયેલ જે તમામને બાતમી આધારે તપાસ દરમ્યાન ઝડપી તથા ગુનાના કામે વપરાયેલ ઇકો ગાડી નં. જી.જે.-૨૨ એચ.-૫૭૮૩ સાથે ગરૂડેશ્વર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ (૧) સતિષ બીહારી રાણા રહે. રાજપીપલા (૨) જીગ્નેશ વ્રજલાલ વસાવા રહે. રાજપીપલા (3) હીમાંશુ હરેશભાઇ વસાવા રહે. રાજપીપલા (૪) શૈલેષ ઉતરીયાભાઇ વસાવા રહે. ધીરખાડી (૫) નરેન્દ્ર હરનેશભાઇ વસાવા રહે. નવાપુરા-નિકોલી (૬) કાર્તિક ભાઇલાલ વસાવા રહે. નવાપરા-નિકોલી (૭) વિપુલ ચંન્દ્રસીગ વસાવા રહે.ગામકુવા (૮) ગૌતમ રૂપેન્દ્રભાઇ વસાવા રહે. ગામકુવા (૯) હેમંત ભુપેન્દ્રભાઇ વસાવા રહે. મેડગામ ઈસમો ને ઝડપી તેમજ (૧) સુરજ તડવી (૨) મિલન અશોકભાઇ સોલંકી (૩) મોટા રાયપરાનો એક ઇસમ પકડવાના બાકી હોઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ઝઘડીયાની ગેલેક્ષી કંપની દ્વારા રંદેડી ગામે ૯૫ બાથરૂમની ભેટ અપાઈ.

ProudOfGujarat

ભરૂચના કૃષિ મહાવિદ્યાલયના મદદનીશ પ્રાધ્યાપિકાને “કૃષિ અર્થશાસ્ત્ર સંશોધન સમારોહ(AERA)”માં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ એવોર્ડ એનાયત કરાયો.

ProudOfGujarat

વડોદરા : કરજણમાં આવેલ વલી નગરીમાં જુગાર રમતા નવ જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!