Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાનાં કૂકરી પાદરથી આગળ આવેલ દેવ નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયેલ અજાણ્યા યુવાનનું કરૂણ મોત.

Share

નર્મદામા હાલ ભારે વરસાદ પડી રહ્યો હોઈ નદીઓમાં પાણીની આવક સતત વધી રહી છે ત્યારે ડેડીયાપાડા તાલુકાના કૂકરી પાદરથી આગળ આવેલ દેવ નદીના ઊંડા પાણીમાં એક અજાણ્યા યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ અંગે ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત અનુસાર પાંચેક દિવસ પહેલા કોઈ પણ કૂકરી પાદરથી આગળ આવેલ દેવ નદીના નાળા(પુલ)થી આશરે ૧૦૦ મીટર દૂર કિનારાથી ૨૦ ફૂટ ઉપર નદીના પાણીમાં અજાણ્યો યુવાન ડૂબી ગયાની ખબર લીમજીભાઇ ખોમાભાઇ વસાવા(ઉ.વ.૪૬ રહે.ડુમખલ નિશાળ ફળિયું તા.ડેડીયાપાડા) એ આપી હતી. જેમાં મરનાર કોઈ અજાણ્યો પુરૂષ ઈસમ ઉ.વ.આશરે ૩૦થી ૩૫ વર્ષ જેના નામ સરનામું જણાઈ આવેલ નથી. તે ડૂબી ગયેલ જેને શરીરે લાંબી બાયનો કાળા તથા વાદળી કલરનો શર્ટ પહેરેલ છે તથા કમરે કાળા કલરનો મેલા જેવો હાફ ચડ્ડો પહેરેલ છે જે દેવ નદીના પાણીમાં પડી ડૂબી જવાથી તેનું મોત નીપજતા પોલીસે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

જમીનના ખોટા દસ્તાવેજો બનાવવાનાં ગુનામાં ત્રાપજ ગામનો શખ્સ ઝડપાયો

ProudOfGujarat

અંકલેશ્વરનાં પદમાવતી નગરમાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ.

ProudOfGujarat

વલસાડની સિંગર વૈશાલી હત્યા કેસમાં પોલીસે પંજાબના મુખ્ય કોન્ટ્રાક્ટ કિલરની કરાઇ ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!