નર્મદાના ગરૂડેશ્વર તાલુકાના વાસલા ગામે ચાર અજાણ્યા બુકાનીધારી ઈસમો દ્વારા મોટરસાઇકલ સવારને આંતરી લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરી ધોળે દિવસે સોનાચાંદીના દાગીનાની સનસનાટી ભરી લૂંટ કરી ગળામાં પહેરેલ સોનાની ચેઇન, ફરીયાદી પાસેના રોકડ રકમ, મોબાઈલ ફોન સહીત કુલ રૂ.૬૩ ૬૦૦/- ની મુદ્દામાલની લુંટ કરી આરોપીઓ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે =. આ અંગે ગરૂડેશ્વર પોલીસ મથકમાં લૂંટ ગુનાની ફરિયાદ નોંધાઈ છે.
જેમાં ફરીયાદી વિશાલ so નરેશભાઈ જેસીંગભાઈ માછી (ઉ.વ ૨૧ ધંધો પ્રાઈવેટ નોકરી રહે રાજપીપલા નવા ફળીયા દશામાતાના મંદીરની નીચે રાજપીપલા) ચાર અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદની વિગત અનુસાર અજાણ્યા ચારેય ઈસમોએ લુંટ કરવાના ઈરાદે પોતાની પાસેની ઈક્કો ફોરવ્હીલ કારના ચાલકે ફરીયાદીની મો.સા ને આંતરી ફરીયાદીના મો.સા નં GJ-22-6-8463 ને અડાડી દઈ ફરીયાદીને મો.સા સાથે રોડ ઉપર પાડી દઈ ઈક્કો કારમાંથી મોઢા ઉપર માસ્ક તથા રૂમાલ બાંધેલા બુકાનીધારી આશરે ૨૦ થી ૨૫ વર્ષની ઉમરના ચારેય ઈસમો નીચે ઉતરી ફરીયાદીને શરીરે લોખંડનાં પાઈપના સપાટા માથાના ભાગે તથા શરીરના જુદી-જુદી જગ્યાએ મુઢમાર મારી ઈજાઓ કરેલ અને ફરીયાદીના ગળામાં પહેરેલ સોનાની ચેઈન આશરે કિ.રૂ ૪૫૦૦૦/- તથા ફરીયાદી પાસેના રોકડ રૂ.૬૬૦૦/- ની જુદા જુદા દરની ચલણી નોટો તેમજ મોબાઈલ ફોનની કિ.રૂ ૧૨૦૦૦- મળી કુલ રૂ.૬૩ ૬૦૦/- ની કુલ માલ મત્તાની લુંટ કરી આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા