રાજપીપલા, આરીફ જી કુરેશી
રાજપીપલા,રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે દેશના તમામ રાજ્યોની ડિસ્કોમ્સ-વીજ વિતરણ કંપનીઓમાં સન ૨૦૧૭-૧૮ ના વર્ષમાં પ્રથમ ચારે ચાર સ્થાન હાંસલ કરી ગુજરાતની ડિસ્કોમસે રાજ્યને ગૌરવ અપાવ્યું છે.તેમણે કેવડિયા ખાતે દેશના વિવિધ રાજ્યોના ઉર્જા મંત્રીઓની પરિષદ પ્રસંગે આ સિદ્ધિ માટે ચારેય ડિસ્કોમસના ૫0000 જેટલા સમર્પિત કર્મીઓને અભિનંદન આપતાં જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સક્ષમ અને કર્મઠ નેતૃત્વ અને ઉર્જા વિભાગની જહેમતથી આ શક્ય બન્યું છે.
ઉર્જાએ જણાવ્યું કે દર વર્ષે કેન્દ્ર સરકાર રાજ્યોના ડિસ્કોમ્સની કામગીરીને નાણાકીય વ્યવસ્થાપન,સક્ષમ પ્રબંધન સહિતના વિવિધ માપદંડોને આધારે આ રેન્કિંગ આપે છે અને ગુજરાતના ડિસ્કોમ્સ તેમાં હંમેશા અગ્રેસર રહે છે.તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે સ્માર્ટ પ્રી પેઈડ કાર્ડ આધારિત મીટર્સ લગાવવાનું સૂચન કર્યું છે જેનો ઉચિત અભ્યાસ થઈ રહ્યો છે .
ભારત સરકારના ઉર્જા રાજ્ય મંત્રી આર.કે.સિંઘે જણાવ્યું કે ગુજરાતની તમામ ચાર ડિસ્કોમ્સ નફો કરી રહી છે એ ઉલ્લેખનીય બાબત છે. ભૂતકાળમાં આ કંપનીઓ ભારે ખોટ કરતી હતી ,વીજ ચોરીનું પ્રમાણ ઘણું મોટું હતું.અમારી સરકારોએ વીજ ચોરી અટકાવીને આ કંપનીઓને નફો કરતી કરી છે.40 ટકા જેટલી ઊંચી ખોટમાંથી કંપનીઓને બહાર લાવવાની,વીજ ચોરી અટકાવવાની આ સિદ્ધિઓ અભિનંદન ને પાત્ર છે.
રાજપીપલા : શ્રેષ્ઠ કામગીરી દ્વારા દેશની તમામ ડિસ્કોમ્સમાં મોખરાના પ્રથમ ચાર સ્થાનોએ રહી ગુજરાતની વીજ વિતરણ કંપનીઓએ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ
Advertisement