રાજપીપલાની પરિણીતાને દહેજની માંગણી કરી મારઝૂડ કરતા શારીરિક માનસિક ત્રાસની પતિ, સાસુ, દિયર, દેરાણી સહિત સાસરિયા પક્ષના 6 ઈસમો સામે પરિણીતાની પોલીસ ફરિયાદ રાજપીપલા પોલીસ મથકમાં નોંધાઈ છે.
જેમાં ફરિયાદી સુરૈયાબાનુ તે ઇમિયાઝખાન પઠાણની પુત્રી અને મુદત સરખાન મનોવરખાન પઠાણની પત્નિ (હાલ રહે.સિંધીવાડ દક્ષીણ ફળીયુ રાજપીપલા જી. નર્મદા) એ આરોપીઓ (૧) મુદતસરખાન મનવરખાન પઠાણ (૨) સાસુ સમીમબાનુ મનોવરખાન પઠાણ (૩) દિયર મુંન્તઝીરખાન
મનવરખાન પઠાણ (૪) દિયર મોહસીનખાન મનોવરખાન પઠાણ (૫) દેરાણી ફોઝીયાબાનુ મુન્તઝીરખાન પઠાણ (૬) દેરાણી ઉઝમાબાનું મોહસીનખાન પઠાણ (તમામ રહે-ઘરનં-૩૯, મુ.મનપસંદ સોસાયટી, બાબેન, બારડોલી, તા.બારડોલી જી.સુરત)સામે ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદની વિગત અનુસાર આરોપીઓએ ફરિયાદી બહેનને ઘરના કામકાજ બાબતે ખોટી ચઢામણી કરતા આરોપી તેનો પતિ મુદતસરખાન દારૂ પીને ફરીયાદીબેન સાથે વાંક ગુના વગર મારઝુડ કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી દહેજની માંગણીઓ કરી ઘરમાંથી કાઢી મુકી શારિરીક માનસીક ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી તથા બીજાઓએ ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરતા પોલીસે દહેજ પ્રતિબંધક ધારા મુજબ ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા