Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદામા કોરોનાને કારણે સાદગી પૂર્વક બકરી ઈદની ઉજવણી કરાઇ.

Share

નર્મદા જિલ્લામાઆ વખતે કોરોનાને કારણે સાદગી પૂર્વક બકરી ઈદ ઉજવાઈ હતી.

જિલ્લામા બકરાઓની પોતાના સ્વજન સમા કુરબાનીના બકરાનું લાલન પાલન કર્યા બાદ આજે ભારે હૈયે પોતાના વ્હાલ સોયા બકરાની કુરબાની આપી હતી તથા રાજપીપલા સહીત નર્મદાની વિવિધ મસ્જિદોમાં સોસીયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ઈદની નમાઝ અદા કરી હતી.

Advertisement

અત્રે ઉલીલેખનીય છે કે ઈદુલ અદહા મુસ્લિમો દ્વારા ઉજવવામાં આવતા ઇદ-અલ-ફિત્ર (અથવા મીઠી ઇદ) પછીનો બીજો મોટો ઇસ્લામિક તહેવાર છે. આ તહેવારને બકરા ઇદ, બકરી ઈદ, ઈદ અલ-અદા, ઈદ કુર્બાન અથવા કુર્બાન બાયરામી તરીકે પણ ઓળખવામાં આવે છે. પવિત્ર રમજાન મહિનાના 70 દિવસ બાદ આ તહેવાર મનાવવામાં આવે છે. બકરી ઇદમાં ઇસ્લામિક બિરાદરો દ્વારા કરવામાં આવતી વાર્ષિક હજ યાત્રા સમાપ્ત થાય છે.

ચાંદ નિહાળવાના દસ દિવસ પછી બકરી ઇદની ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષે ઇસ્લામિક કેલેન્ડર મુજબ 12 માં મહિનાની 10 મી તારીખે આ તહેવારની ઉજવણી કરવામાં આવશે. તેથી, ઈદ 21 જુલાઈએ ભારતમાં ઉજવવામાં આવી હતી.

કુરાન મુજબ, એકવાર અલ્લાહે હઝરત ઇબ્રાહિમની કસોટી કરવાનું વિચાર્યું. તેણે ઇબ્રાહિમને આદેશ આપ્યો કે તે તેની સૌથી પ્રિય વસ્તુ તેની પાસે બલિદાન આપે. હઝરત ઇબ્રાહિમ તેમના પુત્રને ખૂબ પ્રેમ કરતા હતા. જે તેના માટે બલિદાન આપવું ખૂબ મુશ્કેલ હતું.

પરંતુ અલ્લાહના આદેશને અનુસરીને તેણે પુત્રના ગળા પર છરી લગાવી. આ કર્યા પછી, જ્યારે તેણે આંખો ખોલી ત્યારે તેણે જોયું કે તેનો પુત્ર સંપૂર્ણ રીતે સ્વસ્થ ઉભો હતો અને તેની જગ્યાએ બકરીની બલી ચડી ગઈ હતી. ત્યારથી અલ્લાહને આ રીતે બલિદાન આપવાની પ્રથા શરૂ થઈ જે આજે પણ ચાલે છે.

જોકે આ વખતે કોરોના વાયરસે બજારોની લાખોનીની ઈદી છીનવી લીધી હતી. જેને કારણે દુકાનદાર અને ગ્રાહકો માયુસ
થયા હતા. આ વખતે લોકડાઉનમાં કોરોના કરફ્યુને લઈને આંશિક બજારો બંધ રહ્યા કોરોના સંક્રમણના દરના લીધે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા. જે પણ વેપારીઓએ પહેલા ઓર્ડર આપીને જે માલ માંગવી લીધો હતો તે પણ ગ્રાહકોના અભાવે તેમજ ગોડાઉનમાં પડી રહ્યો.

સૌથી વધુ નુકસાન રેડિમેડ ગારમેન્ટ અને પગરખાં બજારને થયું છે. છેલ્લી 25 એપ્રિલથી શરૂ થયેલ સહેલગાહ ફિક્કું રહ્યું છે. પરંતુ ઈદના તહેવારને લઈને વેપારીઓ સારી કમાણીની આશા રાખીને બેઠા હતા. આ સિવાય કરિયાણા, ઓટોમોબાઇલ તેમજ ખાણીપીણીની બજારોને પણ ફટકો પડ્યો છે. કોરોના કરફ્યુને લઈને આંશિક બજારો બંધ રહ્યા.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં નવા સત્રમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ડુંગરી ગામેથી ચોરાયેલ બુલેટ મોટરસાયકલ ને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી વાલીયા પોલીસ

ProudOfGujarat

છોટાઉદેપુર પો.સ્ટે.નાં ચોરવાણા ગામ પાસેથી કિં. રૂ.૨૮,૦૮૦/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!