રાજપીપળા : આરીફ જી કુરેશી
બાળકોમાં કુપોષણ ની સમસ્યાએ ભારત દેશની એક ગંભીર સમસ્યા છે જે દેશના વિકાસ માટે પણ એક ચિંતાનું કરણ છે કુપોષણની સમસ્યાને હલ કરવા માટે કેન્દ્ર સરકારે પોષણ અભિયાનનો પ્રારંભ કર્યો છે અને આ ઝુંબેશ દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં કુપોષણથી મુક્ત થવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે ભારતમાં ત્રણ માંથી આશરે એક બાળક હજુ પણ પોષણના અભાવને નીચે જીવે છે જેમાં બાળકો કિશોરીઓ અને મહિલાઓમાં એનિમિયા ચિંતાજનક બાબત છે ભારતમાં ૧૫ થી ૪૯ વર્ષની ઉંમર ધરાવતી અડધાથી વધુ મહિલાઓ લોહતત્વની ઉણપ થી અને એનિમિયાનો ભોગ બનેલી છે આવું થવાનું કારણ આહારમાં પોષક તત્વોનું અપૂરતું પ્રમાણ છે આ સ્થિતિમાં સુધારો કરવાના ચોક્કસ ઉદ્દેશ્યથી “ફોર્ચ્યુન સુપોષણ” પ્રોજેક્ટનો મે-૨૦૧૬ થી પ્રારંભ કરાયો છે.
◆◆ ફોર્ચ્યુન સુપોષણ અભિયાનમાં “પોષણ સંગીની” ની મુખ્ય ભૂમિકા…
અદાણી ફાઉન્ડેશન દ્વારા અમલ માં મુકાયેલ આ પ્રોજેકટના અમલીકરણ માટે ખાસ ૫૮૦ સુપોષણ સંગીનીઓ ઉભી કરાઈ છે જે દેશના ૧૧ રાજ્યો માં ૨૦ જેટલી જગ્યાઓએ પોષણ આરોગ્ય સ્વયંસેવીકાઓ નું કામ કરી રહી છે ઉપરાંત જેતે વિસ્તારની સ્થાનિક મહિલાઓ હોવાથી લોકોમાં જાગૃતિ ફેલાવવી સમુદાય અને પરિવર્તન સ્તરે વર્તુણક લક્ષી ફેરફાર માટે ખાસ પ્રયત્નો કરી રહી છે ઉપરાંત આ યોજનામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ટેકનોલોજી અને માહિતી નો પણ ઉપીયોગ કરાયો છે સુપોષણ સંગીનીઓ ને ડેટા એકત્ર કરી સેવ કરવા માટે ટેબ્લેટ ફાળવવામાં આવ્યા છે ફાઉન્ડેશન ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ડેટાને ઓનલાઈન મોનીટરીંગ કરી શકાય છે. અત્યારસુધી દેશ ના ૧૨૦૯ ગામ અને ૯૪ શહેરી વિસ્તારો ને આવરી લઇ ગરીબ વિસ્તારો માં વસતા ત્રણ લાખ થી વધુ પરિવારોના ૧૪ લાખ લોકોના જીવન માં બદલાવ લાવામાં અદાણી ફાઉન્ડેશન ને સફળતા મળી છે.
◆◆ કુપોષણમાં બીજા નંબરે આવતા નર્મદા જિલ્લા માં પણ “ફોર્ચ્યુન સુપોષણ” અભિયાન ની શરૂઆત…
નર્મદા જિલ્લો અતી અંતરિયાળ અને પછાત જિલ્લો ગણવામાં આવે છે આ જિલ્લા ને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે જાહેર કરી અહીં સ્વાસ્થ્ય, શિક્ષણ, સહિતની સુવિધાઓ વિકસવાઈ રહી છે ત્યારે અદાણી ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લા માં પણ સપ્ટેમ્બર ૨૦૧૮ માં આ પ્રોજેકટ નો પ્રારંભ કરાયો હતો જે સંદર્ભે સરકાર સાથે એમ. ઓ.યુ કરી ગ્રામ્ય સ્તરે ૫૬૯ જેટલા ગામ ના ૫ લાખ કરતા વધુ લોકોને આવરી લઇ યોગ્ય માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડી સુપોષણ લક્ષી કર્યો દ્વારા તંદુરસ્ત જીવન બનાવવામાં સહાયક બની રહ્યા છે નર્મદા જિલ્લા માં ૧૯૬ પોષણ સંગીનીઓ આ પ્રોજેકટ નો ભાગ બની છે અને સહાયક તરીકે કામ કરી અત્યારસુધી ૩૦૦૦ થી વધુ બાળકોનું જીવન “કુપોષણ” થી “તંદુરસ્ત” સુધી સુધારવામાં સફળ રહી છે.
આ સંદર્ભે નર્મદા જિલ્લામાં પત્રકારો સાથે વાતચીતમાં અદાણી વિલમર ના હેડ માર્કેટિંગ અજય મોટવાણી અને અદાણી ફાઉન્ડેશન ના ડિરેકટર સ્ટ્રેટેજી અને સસ્ટેનેબિલિટી સુષ્મા ઓઝાએ સમગ્ર માહિતી આપી સહભાગી કામગીરી થકી લાંબા ગાળે વર્તુણક માં પરિવર્તન નો અભિગમ અને નોન ઇન્વેઝીવ ટેકનોલોજી નો ઉપીયોગ કરી સારી સેવાઓને સુલભ સ્વિકાર્ય અને અપેક્ષિત બનાવવા બદલ સુપોષણ નું બહુમાન કરાવ્યું છે તેમ જણાવ્યું છે અને આવનાર પાંચ વર્ષ માં નર્મદા જિલ્લાને સુપોષિત કરવામાં અમને સફળતા મળશે તેમ આશા વ્યક્ત કરી હતી