અસ્થિ વિસર્જનની વિધિ પતાવી પરત ફરતી વખતે રાજપીપળા નજીકના તવડી ગામ પાસે પટેલ પરિવારની ગાડી પલ્ટી જતા અકસ્માંત થયો, તમામને રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં લવાયા બાદ બે બાળકો સહીત ત્રણને વડોદરા રીફર કરાયા.
રાજપીપળા:રાજપીપળા નજીકના ચાણોદ નર્મદા નદીમાં વાપી તાલુકાના રાતા ગામનો પટેલ પરિવાર પોતાના કાકાના અસ્થિવિસર્જન માટે ગુરુવારે આવ્યો હતો.વિધિ પતાવ્યા બાદ તેઓ પરત જઈ રહ્યા હતા દરમિયાન નજીકના તવડી ગામ પાસે એમની ગાડી પલટી મારી હતી.આ ગંભીર અકસ્માતમાં પટેલ પરિવારના એક મોભીનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું.જ્યારે અંદર બેઠેલા બે બાળકો સહિત 6 ને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં 108 દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જેમાંથી 3ને વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયા હોવાનું જાણવા મળે છે.
વાપી તાલુકાના રાતા ગામનો પટેલ પરિવારના 8 સભ્યો કાકાની અસ્થિ વિસર્જન માટે રાજપીપળા નજીક ચાણોદની નર્મદા નદી ખાતે પોતાની ઈકો ગાડી ન.જી જે ૧૫ સી એફ ૬૧૫૧ લઈ આવ્યા હતા.વિધિ પતાવી પરત વાપી ફરતી વેળાએ નજીકના તવડી ગામ પાસેના ડાયવર્જન પર વળાંક મારતા ચાલકે અચાનક ગાડી પારનો કાબુ ગુમાવ્યો હતો.અને ગાડી રોડની સાઈડમાં પલ્ટી ખાઈ જતા અંદર બેઠેલા બે બાળકો સહીત પરીવારના સભ્યોએ બુમાબુમ મચાવી હતી.દરમિયાન નજીકના લોકો ત્યાં દોડી આવ્યા હતા બાદ ૧૦૮ને જાણ કરાતા તમામને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા.જો કે આ ગંભીર અકસ્માતમાં પટેલ પરિવારના મોભી ઇન્દ્રવદનભાઈ અરવિંદભાઈ પટેલનું ઘટનાસ્થળે મોત થયું હતું.જયારે અંદર બેઠેલા કુલ આઠ પૈકી બીજા છ ને ગંભીર ઈજાઓ થઈ હતી.એ ઇજાગ્રસ્તોમાં ધવલ ધીરુ પટેલ,ધૃતિબેન ધીરુ પટેલ,લીલાબેન ઇન્દ્રવદન પટેલ,આર્યન ઇન્દ્રવદન પટેલ,અશોક ધનજી પટેલ અને વીર ઇન્દ્રવદન પટેલનો સમાવેશ થાય છે.જેમાંથી બે બાળકો આર્યન અને વીર સહીત કુલ ત્રણને વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયા હોવાનું જાણવા મળ્યું છે.