Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા શહેર માટે રાહતનાં સમાચાર 32 સેમ્પલ રિપોર્ટ નેગેટીવ.

Share

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૨ મી મે, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૨૫ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોનાનો નવો વધુ કોઇ પોઝિટીવ કેસ નોધાયેલ નથી.જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા કુલ-૧૫ પોઝિટીવ કેસો પૈકી સાજા થયેલા કુલ-૧૩ દર્દીઓને રજા અપાઇ છે. આમ,આજની સ્થિતિએ કોરોનાના પોઝિટીવ કુલ-૨ કેસના દરદીઓ રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. ગઇકાલના ચકાસણી માટે મોકલાયેલ ૩૨ સેમ્પલના રીપોર્ટ આજે નેગેટીવ આવ્યાં છે. તા.૧૯/૫/૨૦૨૦ ના રોજ મોકલાયેલ એક સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ છે, જ્યારે આજે ૧૪ સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે. નર્મદા જિલ્લામાં આજે તા. ૨૨ થી મે, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૬૫,૧૦૧ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૧૨૭ દરદીઓ, તાવના ૨૯ દર્દીઓ અને ડાયેરીયાના ૧૨ દર્દીઓ સહિત કુલ -૧૬૮ જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો ૧૦૩૭૨૧ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૬૨૯૩૩૭ લોકોને વિતરણ કરાઇ હતી.

મોન્ટુ શેખ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ઝનોર અને ધર્મશાળા સહિત અંગારેશ્વર નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં ખનન માફિયાઓને છૂટો દોર મળ્યો..?

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં કેવડી કેન્દ્રની ટીમ વિજેતા બની.

ProudOfGujarat

જંબુસર નગર ટંકારી ભાગોળ પાણી લાઇનમાં લીકેજ થતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!