Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

નાંદોદના ભરચારવાડામાં સરકારી ઈજનેર કોલેજ બાંધવા સામે ગ્રામજનોનો વિરોધ:રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર આપ્યું.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)
નાંદોદ તાલુકાના કુંવરપરાના ગ્રામજનોએ ભચારવાડા ગ્રામપંચાયતમાંથી અલગ ગ્રામપંચાયતની માંગણી સાથે છેલ્લા ઘણા વર્ષોથી લડત ચલાવી રહ્યા હતા.જેથી સરકાર દ્વારા વિધાનસભા ચૂંટણી પહેલા ભરચરવાડા ગ્રામપંચાયતમાંથી કુવારપરાને અલગ ગ્રામપંચાયત તરીકે જાહેર કરતું એક નોટીફીકેશન બહાર પડ્યું હતું.ત્યારે હવે સરકારના આ નિર્ણય સામે  ભચરવાડાના નવી વસાહતના ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે.ભચારવાડા નવી વસાહતનો ફરીથી મૂળ ભચરવાડા ગ્રામપંચાયતમાં સમાવેશ કરવાની માંગ અને ભચરવાડામાં બની રહેલ સરકારી ઈજનેર કોલેજના બાંધકામ સામે વિરોધ નોંધાવી મોટી સંખ્યામાં મહિલાઓ સાથે ગ્રામજનોએ રાજપીપળાના કાળા ઘોડાથી નર્મદા જિલ્લા કલેકટર કચેરી સુધી ભારે સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર આપી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.
ભચરવાડાના ગ્રામજનોએ પોતાના આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જુના સર્વે નંબર 572ની જગ્યા હાલ ટેકનીકલ શિક્ષણ નિયામક,ગુ.રા.ગાંધીનગર દ્વારા સરકારી ઇજનેરી કોલેજના બાંધકામ માટે ફાળવવામાં આવી છે.આ જમીન ગૌચર છે.આ બાંધકામ માટે ગ્રામજનોને વિશ્વાસમાં લેવાયા નથી.અમારા ગામમાં ઢોરોની સરખામણીએ ગૌચરની જગ્યા ઓછી છે. ઉપરાંત ગામના આદિવાસીઓ અને દલિતો માટે સ્મશાનની પણ આ જ જગ્યા છે.જેથી આ જગ્યા મૂળ ગામના હેતુ માટે જ વાપરવામાં આવે એવી અમારી માંગ છે.ભચારવાડા ગ્રામજનોને અંધારામાં રાખી નવી વસાહત ભચરવાડાના ખોટા દસ્તાવેજો ઉભા કરી અલગ કુવારપરા ગ્રામપંચાયતમાં સમાવેશ કરાયો છે.નર્મદા જિલ્લાની તમામ કચેરીઓમાં સરકારના આ નિર્ણય બાદ ઉભી થયેલી વિકટ પરિસ્થિતિઓ મામલે ગ્રામજનોએ રજુઆત કરી છે છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી.જો આ તમામ માંગો જો પુરી નહીં કરવામાં આવે તો અમે જન આંદોલન કરીશું એવી ચીમકી આપી હતી.
આ મામલે ભચરવાડા ગામના પ્રતાપ વસાવાએ જણાવ્યું હતું કે અમારા ગામમાં 15000થી વધુ ઢોરો છે.ગામના આદિવાસીઓ અને દલિતો અંતિમસંસ્કાર પણ અહીંયા જ કરે છે.અમે અમારી જમીન અમારો હક માંગીએ છે ભીખ નથી માંગતા.અમુક લોકો અમારા ગામના ભાગલા પાડવા માંગે છે.જો અમારા ગામમાં કોઈએ પણ સરકારી ઇજનેરી કોલેજના નિર્માણ માટે પગ મૂક્યો અને જો એમની સાથે કશું પણ થશે તો એની જવાબદારી અમારી રહેશે નહીં.

Share

Related posts

લીંબડીમાં એક વકિલ ઉપર ખુની હુમલો થતા તમામ હિન્દુ સમાજ આજે લેકવ્યુ પાસે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા.

ProudOfGujarat

પંચમહાલ : ગોધરામાં સરકારી દસ્તાવેજો રઝળતી હાલતમા મળતા ચકચાર

ProudOfGujarat

સુરતમાં જુનિયર કેજીમાં ભણતી બાળકીને શિક્ષિકાએ 35 થપ્પડો મારતાં વાલીમાં રોષ

ProudOfGujarat
error: Content is protected !!