(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
રાજપીપળાની કોલેજના વિદ્યાર્થીઓ સાથે પ્રિન્સિપાલ ડો.શૈલેન્દ્રસિંહ માંગરોલા સહીત સ્ટાફ સાયકલ રેલી યોજી જાગૃતિનો પ્રયાસ કર્યો.
:હાલના ફાસ્ટ યુગમાં વધતા જતા વાહનોને કારણે વાતાવરણ વધુ માત્રામાં પ્રદુષિત થઈ રહ્યું છે. એક તરફ ખનિજ સંપત્તિ ઓછી થઈ રહી છે તો બીજી બાજુ દિન પ્રતિદિન વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.જેથી વાતાવરણને પ્રદુષિત થતું અટકાવવા,ખનીજ સંપત્તિનો વેડફાટ ન કરવા અને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવાના સંદેશ સાથે સમાજ-યુવા વર્ગમાં જાગૃતિ લાવવા રાજપીપળાની એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ રાજપીપળામાં સાયકલ રેલી યોજી હતી.જેમાં મોટી સંખ્યામાં એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ અને કોલેજનના આચાર્ય ડો.શૈલેન્દ્રસિંહ માંગરોલા અને સ્ટાફ જોડાયો હતો.આ સાયકલ રેલી દરમિયાન કોલેજના તમામ વિદ્યાર્થી અને પ્રાધ્યાપકોએ કોલેજના આદ્ય સ્થાપક સ્વ.રત્નસિંહજી મહીડાની પ્રતિમા સમક્ષ પર્યાવરણ બચાવવા મહિનામાં બે થી ત્રણ વાર કોલેજમાં સાયકલ લઈને આવવાનો સંકલ્પ પણ કર્યો હતો.
આ બાબતે ડો.શૈલેંદ્રસિહ માંગરોલાએ જણાવ્યુ હતુ કે આજના જમાનામા પ્રાથમિક શાળામાં ભાણતા બાળકો પણ મોપેડ લઈને ફરતા થઈ જાય છે.રમવાના દિવસોમા મોબાઇલ અને ગેમો,ટીવીમા વ્યસ્ત થઈ જાય છે.જેથી બાળપણમા કોઇ કસરત થતી ન હોવાથી બાળકો આળશુ થઈ જાય છે.જો સયકલિંગ કરે તો પેટ્રોલનો બચવ કરીએ પ્રદુષણ થતુ પણ આટકાવી શકાય અને સ્વાસ્થ્ય પણ સારુ રહે.જેથી આ સંદેશો લોકો સુધી પહોંચાડવા સાયકલ રેલી યોજવામા આવી હતી.