(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):
નર્મદા એલસીબી,એસઓજી અને એબ્સકોન્ડર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ડેડીયાપાડામાંથી 60 હજારનો દારૂ તથા નર્મદા એલસીબી અને સાગબારા પોલિસે સાગબારામાંથી 2 લાખથી વધુનો ગોળ-મહુડો ઝડપી પાડ્યો.
નર્મદા જિલ્લામાંથી દારૂનું દૂષણ ડામવા માટે નર્મદા જિલ્લા પોલિસવડાએ પોલીસ વિભાગની વિવિધ ટીમોને કડક નિર્દેશો આપ્યા છે.જેને પગલે બાતમીને આધારે નર્મદા એલસીબી,એસઓજી અને એબ્સકોન્ડર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ડેડીયાપાડામાંથી 60 હજારનો વિદેશી દારૂ તથા નર્મદા એલસીબી અને સાગબારા પોલિસે સેલંબામાંથી 2 લાખથી વધુનો ગોળ-મહુડો ઝડપી પાડ્યો હતો.
નર્મદા એલસીબી પીએસઆઇ એ.ડી.મહંત,એસઓજી પીએસઆઈ હિંમત ભરવાડ તથા એબ્સકોન્ડર ટીમ સાથે અન્ય પોલીસ કર્મીઓએ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાની સૂચના અનુસાર પ્રોહીબેશનના ગેરકાયદેસર વ્યવસાય સાથે સંકળાયેલા ઇશમોની ગુપ્ત માહિતી મેળવી ડેડીયાપાડા ચાર રસ્તા પાસે નાકાબંધી દરમિયાન GJ 22 U 1415 નંબરની પીકઅપને રોકી તપાસ હાથ ધરી હતી.દરમિયાન એમાંથી 60,000 રૂપિયાની કિંમતના વિદેશી દારૂના 1104 નંગ ક્વાટરિયા મળી આવ્યા હતા.બાદ પોલીસે ક્વાટરિયા અને 3,00,000 રૂપિયાનો ટેમ્પો મળી કુલ 3,60,000 રૂપિયાના મુદ્દામાલ સાથે મુકેશ વેસતા વસાવાને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે નર્મદા એલસીબી પીએસઆઇ એ.ડી.મહંત,સાગબારા પો.ઈ ડી.એમ.દિવાવાલા તથા પીએસઆઈ સી.એમ.ગામીત સહિત અન્ય પોલીસ કર્મીઓએ દેશી દારૂની બનવટમા વપરાતાં ગોળ અને મહુડા મામલે તપાસ હાથ ધરી હતી.દરમિયાન સેલંબા- પાંચપીપરીયાની નવનીત ચંપક શાહની કબ્રસ્તાન ટ્રસ્ટ દુકાન નંબર 6 માંથી 60,000 રૂપિયાની કિંમતની 300 નંગ ગોળની ભેલીઓ તથા 1.28 લાખની કિંમતના 160 નંગ મહુડાનાં ફુલના કંતાનના કત્તા તથા સેલંબા રોડ પરની એ.પી.એમ.સી માર્કેટના 15 નંબરના ગોડાઉનમાંથી 16,000 ની કિમતના 20 નંગ મહુડાનાં ફુલના કંતાનના કત્તા મળી આવ્યા હતા બાદ પોલીસે કુલ 2,04,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.હાલ પોલીસ દ્વારા એફ.એસ.એલ બોલાવી તપાસ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.