Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

નાંદોદના બીતાડામાં તાલિબાની કૃત્ય:પ્રેમલગ્ન મુદ્દે યુવતીના પિતાએ યુવકની માતાને ખૂંટે બાંધી માર માર્યો.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બીતાડા ગામે પ્રેમલગ્ન મુદ્દે યુવતીના પિતાએ યુવકની માતાને અને પિતાને ઢોર માર મારી યુવકની માતાને ખુંટે બાંધી દીધી હોવાનો તાલિબાની કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જોકે આ ઘટનાની જાણ ગામનાજ એક વ્યક્તિએ 181 મહિલાઅભયમ હેલ્પલાઈનને કરી હતી.ત્યારે 181 મહિલા અભયમની ટિમ પોલીસ ટિમ સાથે ત્યાં પહોંચી ગઈ હતી અને એ મહિલાને ખુંટેથી છોડાવી રાજપીપળા પોલીસ મથક પર લાવી હતી.જોકે માતા-પિતાએ પુત્રએ કરેલા પ્રેમલગ્નની સજા ભોગવવાનો વારો આવ્યો હતો.
મળતી માહિતી મુજબ નાંદોદના બીતાડા ગામના એક યુગલે આજથી 8 મહિના અગાઉ ભરૂચના ઝઘડિયાની કોર્ટમાં લગ્ન કરી પોતાની ઝીંદગી જીવી રહ્યા હતા.દરમિયાન યુવતીના પિતા મોહન વસાવાએ યુવકના પરિવારજનો પાસેથી દાવા પેટે અમુક ચોક્કસ રકમની માંગણી કરી.જે માંગણી યુવકના પિતાએ પુરી ના કરતા યુવતીના પિતાએ 15મી ફેબ્રુઆરીએ સવારે 8 કલાકે યુવકની માતા બચી વસાવા અને પિતા ભરત વસાવાને ઢોર માર માર્યો.જેથી ગભરાયેલ યુવકના પિતા ત્યાંથી ભાગી ગયા પરંતુ યુવકની માતાને ગામમાં જ એક ખુટા સાથે બાંધી દીધી.તો આ દ્રશ્ય ગામના જ એક વ્યક્તિથી ના જોવાતા એણે 181 મહિલા અભયમ હેલ્પલાઈનને ફોન દ્વારા જાણ કરી.તો તુરંત 181ની ટિમ પોલિસ બંદોબસ્ત સાથે બીતાડા ગામે પહોંચી ગઈ.અને યુવકના પિતાને કાયદાકીય સમજાવટ આપી પીડિત મહિલાને છોડાવી રાજપીપળા પોલીસ મથકે લવાઈ હતી.આમ 181 અભયમ મહિલા હેલ્પલાઈને પીડિત મહિલાને વેવાઈના ચુંગલમાંથી છોડાવી હતી.
આ મામલે નર્મદા જિલ્લા 181 અભયમ મહિલા હેલ્પલાઈનના કાઉન્સિલર જ્યોતિ વાઘમારેએ જણાવ્યું હતું કે અમને આ ઘટનાની જાણ બીતાળા ગામના જ એક વ્યક્તિએ ફોન દ્વારા કરી હતી.અમે તુરંત ત્યાં પહોચી પ્રથમ તો મહિલાને છોડાવવાનો પ્રયત્ન કર્યો પણ યુવકનો પિતા એક નો બે ન થયો.મહિલાને સવારે 8 વાગ્યાથી બપોરે અમે બપોરે 1 વાગે પહોંચ્યો ત્યાં સુધી ખુંટે ઢોરની જેમ બાંધી રાખી હતી.બાદ કાયદાકીય સમજાવટ આપી ત્યારે મહિલાને છોડવામાં આવી હતી.સ્થળ પર આ કેસનું સમાધાન ન થયું હોવાથી આ કેસ રાજપીપળા પોલીસને હેન્ડઓવર કર્યો હતો.
આ મામલે નર્મદા ડીએસપી મહેન્દ્ર બગડીયાએ જણાવ્યું હતું કે બીતાળા ગામે બનેલી ઘટના પાછળ ઓછું શિક્ષણ જવાબદાર છે.રાજપીપળા પોલીસ દ્વારા આ મામલે મહિલાની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરાઇ હતી.પરંતુ સમાજના પંચોની દરમિયાનગિરીને લીધે અમુક દંડની રકમ ભરપાઈ કરવાની શરતે બન્ને પક્ષે સમાધાન થયું છે.181  અભયમ મહિલા હેલ્પલાઈનને લીધે બીતાળા ગામે મોટી ઘટના બનતી અટકી છે.
ગુજરાત રાજ્ય મહિલા સુરક્ષા સમિતિના સભ્ય ભારતીબેન તડવીએ જણાવ્યું હતું કે અભયમ મહિલા હેલ્પલાઈનની કામગીરી બિરદાવવા લાયક છે.આવા કિસ્સામાં જવાબદારો સામે પગલાં લેવાવા જ જોઈએ.આ મામલે ગુજરાત સરકાર અને મહિલા આયોગને જાણ કરી યોગ્ય પગલાં ભરવાની માંગ કરાશે.
નાંદોદના બીતાળામાં મહિલા પર અમાનવીય અત્યાચારની નિંદનીય ઘટનામાં પોલીસે સમાધાન સ્વીકારી પોલીસ ફરિયાદ નોંધી ન હતી.સામાન્ય મારામારીના બનાવમાં સમાધાન યોગ્ય છે પરંતુ મહિલા પર થયેલા અત્યાચારમાં તો પોલીસે ફરિયાદ નોંધાવી જ જોઈએ બાકી આવું કૃત્ય કરનારાઓમાં પોલીસનો ખોફ નહિ રહે એવા લોકો ભવિષ્યમાં બેફામ બની જશે.તો આ ઘટનામાં પોલીસ ફરીયાદ નોંધી જવાબદાર સામે કડક પગલાં ભરે એવી લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે.
.
પ્રેમલગ્ન મુદ્દે યુવતીના પિતાએ યુવકના માતા-પિતાને ઢોર માર માર્યો હતો.બાદ યુવકની માતાને ખુંટે ઢોરની જેમ બાંધી રાખી હતી.15મી ફેબ્રુઆરીએ સવારે 8 કલાકે આ અત્યાચારના ઘટનાક્રમની શરૂઆત થઈ હતી.બપોરે 1 કલાકે 181 મહીલા અભયમની ટિમ અને પોલીસ આવી ત્યાં સુધી મહિલા ખૂંટે બંધાઈ રહી હતી.એ સમયગાળામાં કેમ કોઈ ગ્રામજને આનો વિરોધ ન કર્યો.શુ યુવતીનો પિતા માથાભારે હશે?એને કોઈ રાજકીય પીઠબળ હશે એટલે કોઈ ગ્રામજને ત્યાં જવાની હિંમત નહિ કરી હોય?સહિત અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.
#?
નાંદોદના બિતાળાના બે યુગલોએ પ્રેમલગ્ન કર્યા હતા.જેમાં યુવતુનું પરિવાર યુવકના પરિવાર કરતા પૈસે ટકે સધ્ધર હોવાનું જાણવા મળ્યું છે.તો કદાચ આ જ કારણે યુવતીના પિતાએ યુવકના માતા-પિતા પર આ કૃત્ય કર્યું હશે.અને પૈસો જ બન્ને પરિવારો વચ્ચે દિવાર બન્યો હશે એવું લાગી રહ્યું છે.
#      ?
આદિવાસી સમાજમાં પ્રેમલગ્નના કિસ્સામાં સમાજના પંચો બેસીને યુવતીને દાવાની રકમ આપવાનું નક્કી કરતા હોય છે.જેમાં યુવતીના પિતાને યુવકના પિતાએ પંચે નક્કી કરેલી દાવાની રકમ આપવા વચન અપાય છે.તો બિતાળાના કિસ્સામાં પંચે દાવા પેટે નક્કી કરેલી રકમ કરતા વધુ રકમની યુવતીના પિતાએ માંગણી કરી હતી.જે ન આપતા યુવકના માતા-પિતા સાથે યુવતીના પિતાએ આ કૃત્ય કર્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
 

Share

Related posts

ગુજરાતનું પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદની મુલાકાત લેતા ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ.

ProudOfGujarat

ગુજરાતની દીકરી રાધા યાદવને ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન, શ્રીલંકા સામે ટી-20 રમશે…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી હજરત મોહંમદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની શાનમાં ગુસ્તાખી કરનાર ફ્રાંસનાં રાષ્ટ્રપતિનાં કૃત્યને વખોડી કાઢયું.

ProudOfGujarat
error: Content is protected !!