(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
કોલેજના કમ્પાઉન્ડમાં સમૂહમાં આધ્યાપકોને જાહેરમાં વિદ્યાર્થીઓએ કુંમકુમ-અક્ષતનું તિલક કરીને ગુરુપૂજન કર્યું.
પશ્ચિમી સંસ્કૃતિના તહેવારોને હટાવી ભારતીય સંસ્કુતિને અપનાવી સાચા સાથી આપણા ગુરુ હોવાનો વિદ્યાર્થીઓનો મત.
દેશભરના યુવાનો જે દિનનો આતુરતાથી રાહ જોતા હોય છે એ વેલેન્ટાઈન ડે નો નર્મદા જિલ્લાની શ્રી એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ,રાજપીપલાના વિદ્યાર્થીઓએ વિરોધ કરી ગુરુવંદના કરી 14 ફેબ્રુઆરીએ વેલેંટાઈન ડે ની ઉજવણી કરી હતી.
14 ફેબ્રુઆરી એટલે વેલેંટાઈન ડે.આ દિવસે કોલેજના વિદ્યાર્થીઓ પોતાની પ્રિયતમને શોધીને વેલેંટાઈન ડે ની ઉજવણી કરતા હોઈ છે.આ દિવસે પ્રેમી પ્રિયતમને ગુલાબ આપીને પોતાના દિલની વાત કરે છે. અને તેની સાથે આખો દિવસ વિતાવતા હોય છે.ત્યારે રાજપીપલાની એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં વિધ્યાર્થીઓએ વેલેંટાઈન ડે ની ગુરુવંદના દિવસ તરીકે ઉજવણી કરી હતી.વિદ્યાર્થીઓએ સમુહમા કોલેજના કમ્પાઉન્ડમાં ભેગા મળીને તમામ આધ્યપકોને કુમકુમ-અક્ષતથી તિલક કરી ગુલાબ આપી પૂજન કર્યુ હતુ.સૌ પ્રથમ આદિવાસી વિસ્તારમાં શિક્ષણની જ્યોત ફેલાવનારા કોલેજના આદ્યસ્થાપક રત્નસિંહનજી મહિડાની પ્રતિમાનુ પણ પૂજન કર્યુ હતું.જેમા કોલેજના આચાર્ય ડો.સૈલેંદ્રસિહ માંગરોલા અને તમામ સ્ટાફ જોડાયા હતા.દેશભરમા અવનવા ડે અને વેલેંટાઈન ડે ની ઉજવણી દરેક કોલેજોમાં હંમેશા થતી જ હોય છે.પણ રાજપીપલાની એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા દર વર્ષે અલગ અલગ રીતે દેશમાં સંદેશો મળે તે રીતે વેલેંટાઈન ડે ની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે આ કોલેજ દ્વારા આવતા વર્ષે 14 ફેબ્રુઆરીએ માતા પિતા દિવસની ઉજવણી કરવાનો પણ નિર્ણય કરાયો છે જે એક દિશા સુચક બની રહેશે.
આ બાબતે એમ.આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય શૈલેન્દ્રસિંહ માંગરોલાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો પશ્ચિમી સંસ્કુતિથી હજુ ઘણો દૂર છે.જેનો દાખલો રાજપીપલાની શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ અને એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓમા જોવા મળ્યો છે.જેમણે વેલેંટાઇનને અલગ રીતે મનાવી પોતાના જીવનનું ઘડતર કરનાર ગુરુને આ દિવસે નમન,પૂજન કરી સમાજને એક મેસેજ આપ્યો છે કે આજે પણ ભારતીય સંસ્કુતિના પાયાને કોઇ હલાવી નહી શકે.મારા આ તમામ સ્ટુડંટ પર મને ગર્વ છે.





